THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
તાજેતરમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ માટે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રામ ભક્તો દ્વારા મંદિરના નિર્માણના યોગદાનના ભાગ રૂપે ફાળા રૂપી રોકડ રકમ એકત્રિત કરવામાં આવી રહી છે, ત્યારે ફૂલ નહિ તો ફૂલની પાંખડીના ધ્યેય સાથે સંજેલી નગરમાં આજે તા.૩૧/૦૧/૨૦૨૧ ના રોજ શ્રી રામ સ્વયમ સેવકો દ્વારા સંજેલીના ગીતાબેન ઓચ્છવલાલ દેસાઈ પરિવાર દ્વારા ₹.૧૧,૧૧૧/- નું દાન આપવામાં આવ્યું હતું અન્ય રામ ભક્તો દ્વારા પણ નાની મોટી રકમ પણ રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવી હતી.