Thursday, December 26, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ નગર સેવા સદનનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાં : ગંદા પાણીના નિકાલના નિરાકરણ...

ઝાલોદ નગર સેવા સદનનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાં : ગંદા પાણીના નિકાલના નિરાકરણ માટે કોઈ વ્યવસ્થા નહી, ભૂગર્ભ ગટર યોજના શોભાના ગાંઠિયા સમાન

  PRITESH PANCHAL –– JHALOD 

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

ઝાલોદ નગરપાલિકા દ્વારા સફાઈ અને પાણી બાબતે વેરા વસૂલાત કરવામાં આવે છે. જ્યારે સફાઈ માટે મોટી મોટી વાતો કરવાની અને કંઈ કરવું નહીં એવી વાતો ઝાલોદમાં લોકમુખે થઈ રહી છે. લાખો રૂપિયાની ભૂગર્ભ ગટર યોજના ઝાલોદ ખાતે શોભાના ગાંઠિયા સમાન છે, જ્યારે ગંદા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. નગરમાં ઠેરઠેર જોવા મળતા ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપરથી ગંદુ પાણી નીકળી રોડ પર વહેતુ જોવા મળે છે. ભૂગર્ભ ગટર યોજનામાંથી ગંદુ અને પ્રદુષિત પાણી રસ્તા પર બેફામ બસ સ્ટેશન વિસ્તારમાં વહી રહ્યું છે. નગર સેવા સદનમા મૌખિક રજુઆત કરવા છતાં તંત્ર નિષ્ક્રિય જણાઈ રહ્યું છે.

 THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS 

ભૂગર્ભ ગટર યોજના બાબતે તંત્ર દ્વારા “મગનું નામ મરી” પાડવા તૈયાર નથી, જ્યારે બસ સ્ટેન્ડની સામેના વિસ્તારના લોકોની પાછલા પંદર દિવસથી તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં રોડ પરના પાણીનો કોઈપણ નિકાલ કરવામાં આવેલ નથી અને જો કોઈ ભયાનક રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી તંત્રની રહેશે કે કોની રહેશે ? તેવું ઝાલોદ નગરના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ઝાલોદ નગરમાં આવી ચર્ચાઓ વહી રહી છે ત્યારે નગર પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સરી પડ્યું હોય તેમ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments