દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં તાલુકા સેવા સદનની સામેના રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વખતે ગેસ બોટલમાં અચાનક આગ લાગતા માં અને દીકરી રસોડામાં ગભરાઈ ગઈ હતી અને આગ લાગતા જ બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસ ના યુવાનો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગની લપેટ માં ફ્રિજ પંખા તેમજ અન્ય ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી લોકોને મજિતભાઈ શહીદભાઈ સાઠીયાના મકાન આગ લાગી હોવાના સમાચાર મળતા જ લોકો દોડી આવ્યા હતા. ઘરમાં દીકરી રસોઈ બનવતા હતા તેવા સમયે અચાનક જ ગેસ બોટલમાંથી જ આગ લગતા મોટા ભાગની ઘર વખરી અને સરસામાને મોટું નુકશાન થયું હતું
સંજેલી નગરમાં રસોઈ બનાવતી વખતે ઘરમાં લાગી આગ
RELATED ARTICLES