THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
તા.૨૫/૦૩/૨૦૨૧ અને ગુરુવારના રોજ ફાગણ સુકલ પક્ષ આમલી અગિયારસની ઝાલોદ નગરનાં વણાંક તળાઈ હનુમાનજી મંદિરે ખાટું નરેશ શ્યામ બાબાનાં આશીર્વાદ લેવા માટે અને ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં ભજન કલાકાર દુર્ગા ગામડ (રાજગઢ – મધ્યપ્રદેશ) ને લાવવામાં આવ્યા હતા. જેમાં ભજન સંધ્યામાં શ્યામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ત્યાર બાદ ફાગ મહોત્સવમાં દરેક શ્યામ પ્રેમીયોએ ફુલો અને ગુલાલથી હોળી રમી હતી બાબાની આરતી બાદ સુકોમેવા, મીઠાઈની પ્રસાદીઓ આપવામાં આવી હતી. આજે તા.૨૬/૦૩/૨૦૨૧ ને શુક્રવારને સવારે પંચશીલ સોસાયટીમાં હજારીપ્રસાદ અગ્રવાલ ને ત્યાંથી નિશાનયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં જય શ્રી શ્યામ.. હારે કા સહારા બાબા શ્યામ હમારા બોલતા જઈને નિશાનયાત્રા નગરમાં થઈ વણાંક તળાઈ હનુમાનજી મંદિર પહોંચી હતી. જેમાં નગરનાં તમામ શ્યામ ભક્તો જોડાયા હતા અને ત્યારબાદ હનુંમાનજી મંંદિરે પ્રસાદ – ભંડારાનો પ્રોગ્રામ સાંજના ૦૬.૦૦ કલાકથી રાખવામાં આવ્યો હતો. આમ સમગ્ર ઝાલોદ નગરમાં ખાટું નરેશ શ્યામ બાબાની ફાગણી અગિયારસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી