THIS NEWS IS SPPNCORED BY – RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદથી આશરે 5 કિ.મી. દૂર ગમલા નજીક થયો અકસ્માત, આ અકસ્માત માં 2 ના મોત થયા. દાહોદના ગમલા નજીક વહેલી સવારે કોઈ અજાણ્યા ફોર વ્હીલરએ બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત.
અકસ્માતમાં બાઇક ચાલક અને પાછળ બેઠેલા બંને ઇસમોના ઘટના સ્થળે જ થાય મોત. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને પિતા – પુત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને તે દાહોદના રાતીગાર બાજુના રહેવાસી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફોર વ્હીલર ચાલક સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. જ્યાંરે આ અકસ્માત થતા લોક ટોળા એકઠા થયા હતા અને પોલીસ ને જાણ કરી હતી. પોલીસ ને જાણ થતાં બંને લાશને પી.એમ. માટે મોકલી અકસ્માત મોતનો ગુુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.