THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં કોરોનાની મહામારી વધુને વધુ વકરી હોવાના કારણે ઝાલોદ નગરનાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના અગ્રણી નાગરિકો તથા અને મુસ્લિમ સમાજ નાગરિકો દ્વારા કોવિડ કેર સેન્ટરની માંગ કરવામાં આવી હતી. જેને લઇને દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા ઝાલોદની બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે 50 પથારી વાળી કોવિડ કેેર સેન્ટર ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવતા સમગ્ર ઝાલોદ નગર અને તાલુકાનાં લોકો દ્વારા આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો છે.