Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદખાનગી હોસ્પિટલો RTPCR નો ટેસ્ટ રિપોર્ટ બતાવી રેમડેસીવીર ઇન્જેક્શન મેળવી શકશે -...

ખાનગી હોસ્પિટલો RTPCR નો ટેસ્ટ રિપોર્ટ બતાવી રેમડેસીવીર ઇન્જેક્શન મેળવી શકશે – જિલ્લા આરોગ્ય તંત્રએ કરી જાહેરાત

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમીટેડ દ્વારા ગોઠવાયેલી વિતરણ વ્યવસ્થા પ્રમાણે હવેથી નિયત કરાયેલા ફોર્મ અને દસ્તાવેજોના આધારે રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પીટલોને જ સીધો આપવામાં આવશે.

આ સંદર્ભે આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયાએ જણાવ્યું કે, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને ખાનગી હોસ્પીટલોએ ઇન્ડેન્ટ ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. જેમાં દાખલ દર્દીના કેસની વિગત, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને હિસ્ટ્રીશીટ, દર્દીના આધારકાર્ડની નકલ અને RTPCR પોઝિટિવ કેસની નકલ જોડવાની રહેશે. આ અરજી ખાનગી હોસ્પીટલોએ જ કરવાની છે. એટલે કે દર્દીના સંબંધીઓએ ઇન્જેક્શન મેળવવા માટેના પ્રયત્નો કરવા નહી.

THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA

રેમડેસિવીર ઇન્જેક્શન સરકારે નિયત કરેલા દરે જ હોસ્પીટલો ને આપવામાં આવશે અને તેેેેેેેેનો ચાર્જ દર્દીએ ચૂકવવાનો રહેશે. ફરી યાદ અપાવવાનું કે, અરજી ફોર્મ સાથે RTPCR ટેસ્ટ જોડવો ફરજીયાત છે. ઇન્જેક્શનના રકમની ચૂકવણી ગુજરાત મેડીકલ સર્વિસીસના બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન પણ કરી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments