દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી નગર મા છેલ્લા કેટલાક સમયથી અંતિમ વિધિ માટે મોક્ષ રથના અભાવે નગરજનોને ખુબજ મુશ્કેલી પડતી હતી, પરંતુ સંજેલી પંચાયત અને ગામના કેટલાક આગેવાનોના સહયોગથી નવો મોક્ષ રથ સંજેલી નગરમા લાવવામાં આવતા નગરજનો માં આનંદ જોવા મળ્યો હતો.
સંજેલી તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણાના હસ્તે મોક્ષ રથની પૂજા કરવામાં આવી હતી. સંજેલી તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ સંગાડા , સરપંચ કિરણભાઈ રાવત તેમજ ટલાટી કમ મંત્રી વી.આર. રાઠોડ, ડે.સરપંચ રફીકભાઈ જર્મન, પંચાયત સ્ટાફ અને સુરેન્દ્રસિંહ સોલંકી, વિજયસિંહ રાહુલજી તેમજ નગરના આગેવાન કાર્યકરોની હાજરીમાં મોક્ષ રથની પૂજા કરવામાં આવી હતી.