દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પનું તા.૧૨/૧૦/૨૦૨૧ ને મંગળવારના રોજ કરવામાં આવ્યું આયોજન.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા BRC ભવન ખાતે I.E.D. – S.S.A. દાહોદ અને LIMCO ઉજ્જૈન દ્વારા સાધન સહાય માટેનો એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મંદબુદ્ધિ, વિકલાંગ, હાથપગના ખોડખાપણવાળા, બહેરા મૂંગા, મગજનો લકવો, થરેબલ પાલ્સી, આંખોની ખામીવાળા આમ અલગ અલગ કેટેગરીના કુલ 142 દિવ્યાંગ બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ મયુર પારેખ, મહેશભાઈ પટેલ, TPEO કલ્પનાબેન, BRC રટોડાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો
આ દિવ્યાંગ બાળકોને તા.૧૦/૦૨/૨૦૨૨ ના રોજ અલગ અલગ કેટેગરીના બાળકોને એસેસમેન્ટ મુજબના સાધનોની પૂર્તિ કરવામાં આવશે. I.E.D. શિક્ષકો અને સ્પેશિયલ એજ્યુકેશન દ્વારા વહીવટી કામગીરી અંતર્ગત દિવ્યાંગ બાળકો ને તકલીફ ન પડે તે માટે લાભાર્થી બાળકો તથા વાલીઓને ચા નાસ્તા તેમજ વાલીઓને ભાડાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તાલુકામાં વધુમાં વધુ બાળકો ભાગ લે તે માટે પ્રયાસો અને પ્રયત્નો થઈ રહ્યા છે.
ફતેપુરાનાં BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પનું કરવામાં આવ્યું આયોજન
RELATED ARTICLES