દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં રખડતા ઢોર, બળદ, આખલાઓનું સામ્રાજ્ય દિવસે ને દિવસે ઉગ્ર જોવા મળી રહ્યું છે. ત્યારે ફતેપુરા ની જનતા દ્વારા ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચને ફરિયાદ કરતા તેઓએ ત્વરિત નિકાલ કરવાના હેતુથી એક જાહેરનામું બહાર પાડ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી ગયો છે અને આખલાઓ જેવા સામે આવી ઝઘડાતા હોય ત્યારે કોઈક વ્યક્તિ આ આખલાઓનાં ઝઘડામાં વચ્ચે અટવાઈ જતા લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નિર્ણય કરેલ છે કે જે કોઈ પણ વ્યક્તિના ઢોરો રખડતા હશે અને જો તેને બાંધવામાં નહીં આવે તો તે રખડતાં ઢોરો ને નગરની પાંજરાપોળ ખાતે ૨૪ કલાકમાં મોકલી આપવામાં આવશે. જેથી દરેક ઢોર માલિકોએ પોતાના ઢોરને બાંધી દેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી, અને આ બાબતની જાહેરાત પણ માઇક દ્વારા સમગ્ર ફતેપુરા નગરમાં કરી દેવામાં આવેલ. હવે જોવાનું એ રહ્યું કે આ જાહેરાતનો અમલ કેટલા ઢોર માલિકો કરે છે.