THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
સ્માર્ટ સીટી દાહોદ ખાતે ધૂળેટીના તહેવાર ની ધામધૂમથી થઈ ઉજવણી. બે વર્ષના કોરોના કાળના વિરામ બાદ આ વર્ષે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ધૂળેટીના તહેવાર પરિવાર સાથે તથા મિત્ર મંડળ સાથે ઉજવવામાં લોકોને ખૂબ જ આનંદ આવ્યો હતો. લોકો ઓર્ગેનિક ગુલાલ, પાણીના ટેન્કર તથા ખૂબ જ ઉત્સાહ ભેર ઓર્ગેનિક કલર તથા ગુલાલથી ધુળેટીની મોજ માણી હતી. ઠેર ઠેર લોકોએ સોસાયટીઓમાં લોકોએ પોતાની રીતે શાંતિ થી ધૂળેટી મનાવી હતી. તેમજ કોઈ પણ અનિચ્છનીય કે અપ્રિય ઘટના બનવા પામી નહોતી કારણ કે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ રોડ રસ્તા ઉપર આવતા જતા લોકો માતાઓ અને છોકરીઓ ઉપર પોટલીઓ ફેકવી નહિ બધાજ લોકોએ શાંતિ થી પોતાના વિસ્તારના લોકો અને સગાસંબંધી સાથે ધૂળેટી શાંતિ થી રમવી. જો કોઈ પણ વ્યક્તિ અનુશાસન ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે અને તેનો અમલ પણ પોલીસે કરાવ્યો હતો અને ઠેર ઠેર પોલીસ ઊભી હોવાના કારણે કોઈ એવી ઘટના પરિણામી ન હતી અને લોકોએ હોળી અને ધુળેટી પર્વની રંગે ચંગે ઊજવણી કરી હતી.