THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
રાજ્યમાં ખેડૂતોને પડી રહેલ વીજ સમસ્યાના લીધે ખેતીવાડી વીજ ફિડરોમાં આપવામાં આવતી અપૂરતી વીજળીની સમસ્યા અને અનિયમિતતાને લીધે ખેડૂતો આક્રોશ થી રેલીઓ અને ઘેરાવાઓ તેમજ વીજ ઓફિસોની તાળાબંધી સામે વીજ કર્મીઓ/અધિકારીઓ અને ફિલ્ડમાં પોલીસ રક્ષણ તાત્કાલિક આપવા સંકલન સમિતિએ માંગણી કરેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ઘણા દિવસથી વીજ સપ્લાય સામે વીજ ડિમાન્ડ વધી જવાથી વીજ કાપની શરૂઆત થવાથી રાજ્યના સમગ્ર વિસ્તારોમાં ખેડૂતોને મળતી આઠ (૮) કલાક વીજળી જે એ.જી. ફીડરઓને શિડ્યુલ પ્રમાણે ફિડરો ચાલુ ચાલુ ન થવાથી સળંગ આઠ (૮) કલાક વીજળી મળવાને બદલે તૂટક તૂટક સમયાંતરે વીજળી અપાતાં રાજ્યના ખેતી કરતાં ખેડૂતોમાં દિન-પ્રતિદિન રોષ અને આક્રોશ વધી રહ્યો છે. જેના કારણે કંપનીના અનેક સ/ડી અને સબ-સ્ટેશનોમાં ખેડૂતો દ્વારા રેલીઓ, ઓફિસોના ઘેરાવાઓ અને તાળાબંધી કરવામાં આવી રહેલ હોવાની ઘટનાઓ સંકલન સમિતિને ફિલ્ડના કર્મચારીઓ/અધિકારીઓ તરફથી માહિતી મળેલ છે. અને ફિલ્ડના કર્મચારીઓ/અધિકારીઓને જાનનો ખતરો હોઈ શકે તેમ છે.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
આમ જો ખેડૂતોને અપાતી વીજળીની સમસ્યાનો ઝડપીમાં ઝડપી ઉકેલ નહીં આવે તો ફિલ્ડની કચેરીઓમાં ફરજ બજાવતા કંપનીના કર્મચારીઓ/અધિકારીઓ ખેડૂતો દ્વારા હુમલાનો ભોગ પણ બની શકે તેમ છે. આથી તમામ કચેરીઓ (સબ-સ્ટેશનો અને સ/ડી નો) ખાતે પોલીસ રક્ષણ આપવા ગૃહ ખાતાને રાજ્ય સરકારશ્રી દ્વારા સૂચના આપવા સંકલન સમિતિની માગણી છે સાથે સાથે ખેડૂતોની વીજ સમસ્યાઓનો સુખદ નિરાકરણ લાવી ને અટકાવીને સદર રોષ અટકાવીને પણ રક્ષણ આપવા માંગણી છે. તો આનો નિકાલ ત્વરિત આવે તેવી એમજીવીસીએલ ના કર્મચારીઓ અને અધિકારીઓનું નિવેદન છે.
CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 POMEGRANATE HAND SANITIZER