પ્રધાનમંત્રી જિલ્લામાં રૂ.૬૧૧.૭૯ કરોડના વિવિધ વિકાસકાર્યોનો પ્રારંભ કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદ જિલ્લાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી દાહોદનાં ખરોડ ખાતે (સબજેલ પાસે) આવેલા મેદાનમાં અંદાજે બે લાખથી વધુ જનમેદનીને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જિલ્લાના નાગરિકોને રૂ. ૧૭૬૭.૨૨ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ ધરશે. તેમજ રૂ.૬૧૧.૭૯ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરીને પ્રારંભ કરાવશે.
દાહોદનાં ખરોડ ખાતે યોજાનારા ઉક્ત કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારી સહિતના અધિકારીઓએ કાર્યક્રમની સ્થળ મુલાકાત લીધી હતી. તેમજ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સમીક્ષા કરી હતી. કલેક્ટર હર્ષિત ગોસાવીએ કાર્યક્રમમાં સહભાગી થનારા નાગરિકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા નાગરિકોની બેઠક વ્યવસ્થા, નાસ્તો, પાણીની વ્યવસ્થા સુનિશ્વિત કરવા તેમજ કોઇ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તેમણે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. પ્રધાનમંત્રીનો કાર્યક્રમ બપોરના ૩ થી ૫ વાગ્યા દરમ્યાન યોજાશે.