Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં શ્રી રામ યાત્રા સમિતિ દ્વારા રામનવમીના પાવન અવસરે શ્રી રામયાત્રાનું આયોજન...

દાહોદમાં શ્રી રામ યાત્રા સમિતિ દ્વારા રામનવમીના પાવન અવસરે શ્રી રામયાત્રાનું આયોજન કરાયું. યાત્રાના માર્ગો ઉપર ભાગવા ધ્વજથી કરાયો ભવ્ય સ્વાગત

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ શહેરમાં આજે શ્રી રામજી ના આશીર્વાદ અને પ્રેરણા થકી શ્રી રામ નવમીના પાવન અવસરે દાહોદ ના રામ ભક્તો જાય શ્રીરામ ના જયઘોષ સાથે ભગવાન શ્રી રામજીના ભક્તિમાં લીન અને પ્રભુ શ્રી રામ ના આશીર્વાદ પામી શકે તેવા પાવન આશય થી આ ભવ્ય શ્રી રામયાત્રા નું આયોજન શ્રી રાજ રાજેશ્વર મહાદેવ મંદિર રજેસ્થાન પંચાયત ભવન ઠક્કર ફળિયથી શરૂ કરવામાં આવી હતી. જેમાં વિવિધ ઝાંખીઓ જેવી કે અયોધ્યા શ્રીરામ મંદિરની આબેહૂબ કૃતિ, ભગવાન નું નરસિંહ સ્વરૂપ , તેમજ રામદરબાર ની સાથે ડીજે ના તાલે યુવાઓ ઝૂમતા નાચતા કુદતા યાત્રા ત્યાંથી નીકળી દાહોદ બસ સ્ટેશનવાળા માર્ગ ઉપર થઈ સ્વામી વિવેકાનંદ ચોક થી દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન સરસ્વતી સર્કલ ઉપરથી પરત ફરી અને જય શ્રીરામ, જય શ્રીરામ ના ગગન ચુંબી નારાઓ સાથે ઠક્કર ફળિયા મહાદેવ મંદિરે પહોંચી હતી. યાત્રાનો માર્ગ ઉપર ભાગવા ધ્વજ અને પડદા અને બેનરો થી સજાવી દેવાયો હતો યાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું અને સ્ટેશન રોડ વેપારી મંડળ અને ગણેશ મંડળ દ્વારા ભોજન પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ યાત્રામાં દાહોદની તમામ હિંદુ ધર્મ પ્રેમી સમાજની જનતા એ ઉત્સાહ અને ઉમંગ ભેર જોડાઈ અને ભાગ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments