દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદનાઓએ જિલ્લામાં લૂંટ, ધાડ, ઘરફોડ, ચોરીઓ, અપહરણ, બળાત્કાર, પ્રોહી, જુગારના કામના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય જે અનુસંધાને ના. પો. અધિ. આર.બી. દેવધા લીમખેડાનાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું અલગ ટીમ બનાવે જે ટીમમાં PSI એ.ડી. સોલંકી તથા શૈલેષકુમાર ભીમાભાઇ અ.પો.કો.બ.નં.-૧૨૧૭ તથા મહેશભાઈ તોફાનભાઈ આ.પો.કો. બ.નં.-૧૭૭ તથા રણજીતભાઈ દામાભાઈ અ.પો.કો. બ.નં.-૬૧૯ તથા પ્રતાપભાઈ નાનજીભાઈ આ.પો.કો.બ.નં.-૩૪૯ જયદીપસિંહ મગનસિંહ આ.પો.કો.બ.નં.-૨૫૨ સોનેરી સૂચનો તથા માર્ગદર્શન આપેલ.
જે અનુસંધાને આજરોજ ઉપરોક્ત જણાવેલ પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ લીમખેડા ડિવિઝનના સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને પકડવા સારું પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન સાથેના શૈલેષકુમાર ભીમાભાઇ અ.પો.કો.બ.નં.-૧૨૧૭ નાઓને ખાનગી બાતમીદારથી હકીકત મળેલ કે (૧) સાગટાળા પો.સ્ટે.પાર્ટ સી.ગુ.ર.નં.-૯૯/૨૦૨૦ પ્રોહી.કલમ ૬૫ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના ગુનાના કામે અગાઉ અટક કરેલ આરોપીને કિંમત રૂપિયા ૩૯,૯૦૦/- ના મુદ્દામાલ ભરી આપી તેમજ (૨) સાગટાળા પો.સ્ટે.પાર્ટ સી.ગુ.ર.નં.-૩૭૪/૨૦૨૧ પ્રોહી.કલમ ૬૫ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના કામ અગાઉ અટક કરેલા આરોપીઓને રૂપિયા ૨૫,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ભરેલી આપી તથા (૩) સાગટાળા પો.સ્ટે.પાર્ટ સી.ગુ.ર.નં.-૧૫/૨૦૨૨ પ્રોહી.કલમ ૬૫ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબ ગુનાના કામમાં કિંમત રૂપિયા ૪,૦૦,૪૦૦/- ના પ્રોહી મુદ્દામાલનું એકબીજાના મેળાપીપણામાં થી પરિવહન કરી તેમજ (૪) સાગટાળા પો.સ્ટે.પાર્ટ સી.ગુ.ર.નં.-૩૫/૨૦૨૨ પ્રોહી.કલમ ૬૫ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબ કામે કિંમત ૬૯,૧૨૦/- પ્રોહી મુદ્દામાલનું એકબીજાના મેળાપીપણામાં થી પરિવહન કરી તેમજ (૫) સાગટાળા પો.સ્ટે.પાર્ટ સી.ગુ.ર.નં.-૫૮/૨૦૨૨ પ્રોહી.કલમ ૬૫ઈ, ૧૧૬બી, ૯૮(૨) મુજબ કામે કિંમત રૂ ૨૬,૬૫૦/- પ્રોહી મુદ્દામાલ ભરી આપી તેમજ (૬) સાગટાળા પો.સ્ટે.પાર્ટ સી.ગુ.ર.નં.-૯૬/૨૦૨૨ પ્રોહી.કલમ ૬૫ઈ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના કામે કિંમત રૂપિયા ૫૩,૧૬૦/- નો પ્રોહી મુદ્દામાલ ભરી આપેલ હોય જે ઉપરોક્ત તમામ ગુનાના કામનો આરોપી અરવિંદભાઈ ભીખાભાઈ રાતે રાઠવા રહે.દૂણ, મીઠીબોર તા.જી.છોટાઉદેપુરનાનો પાંચીયાસાળ ગામે આવી ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી ઉભેલ હતા. તે દરમિયાન બાતમી હકીકતવાળો ઈસમ આવતા તેણે પોતાનું નામ અરવિંદભાઇ ભીખાભાઇ જાતે. રાઠવા, રહે.દૂણ મીઠીબોર, તા.જી.છોટાઉદેપુરનો હોય જેથી તેણે પો.સ્ટે.માં લાવી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સાગટાળા પો.સ્ટ. ને સોંપવામાં આવેલ છે.