Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદપ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે દાહોદ સ્વામિનારાયણ મંદિરના બાળ-બાલિકા પ્રવૃત્તિ દ્વારા "વ્યસનમુક્તિ...

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે દાહોદ સ્વામિનારાયણ મંદિરના બાળ-બાલિકા પ્રવૃત્તિ દ્વારા “વ્યસનમુક્તિ અભિયાન” અને “પ્રકૃતિ સંવર્ધન અભિયાન” યોજાયુું

હાલ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનુું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામના રચિયતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનુું જીવનસૂત્ર હતુું – “બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે”. આ જ જીવનભવાના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન ૪૦ લાખ લોકોને વ્યસનમુકત કર્યા હતા. અને તેમની પ્રેરણાથી BAPS સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં ૧૫ લાખ થી વધુ વૃક્ષોનુું વાવેતર અને સંવર્ધન કર્યું છે. વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાના જીવન દ્વારા અનેક ને પ્રેરણાઓ આપી છે. આવા વિશ્વવંદનીયન સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ સંસ્થા બાળ-બાલિકા પ્રવૃત્તિ દ્વારા ‘વ્યસનમુક્તિ અભિયાન’ અને ‘પ્રકૃતિ સંવર્ધન અભિયાન’નુું આયોજન મે મહિના માં કરવામાં આવ્યું હતુું.
પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી BAPS સંસ્થાના ૧૬,૦૦૦ બાળકો ના ૪૨૦૦ વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુકિત અભિયાનમાં જોડાયા હતા. અને ઘર, દુકાન, ઓફીસ, ફેક્ટરી, બસ સ્ટેશન, જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ ૧૪ લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતાં નુકસાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી. તારીખ ૮ મે થી ૨૨ મે દરમિયાન યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ કરેલા વિનમ્ર પ્રયાસના પરિણામે દેશભરના ૪ લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુકત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત જે વ્યક્તિઓ વ્યસનનુું સેવન કરતા નહોતા તેઓએ અન્યને વ્યસનમુકત કરવાનો સંકલ્પ કર્યો હતો.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
વ્યસનમુક્તિ અભિયાનની સમાંતર BAPS સંસ્થાની ૧૪,૦૦૦ બાલિકાઓના ૩૩૦૦ વૃંદ દ્વારા સમગ્ર દેશમાં ‘પ્રકૃતિ સંવર્ધન અભિયાન’ યોજાયુું. દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાલિકાઓએ ઘરે ઘરે જઈને ૧૨ લાખ જેટલા લોકોને મુખ્ય ત્રણ સંદેશ આપ્યા. ૧. પાણી બચાવો. ૨. વીજળી બચાવો. અને ૩. વૃક્ષ વાવો. આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાઓ ભરી શકે તે માટે બાલિકાઓએ સૌને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી. સતત ૧૫ દિવસ ચાલેલા આ અભિયાનના પરિણામે ૧૦ લાખ લોકો પાણી-વીજળીના બચાવ માટે અને ૬ લાખ લોકો વૃક્ષોના વાવેતર અને જતન માટે કટિબદ્ધ થયા હતા. સાથોસાથ અન્યને પણ પ્રકૃતિ સુંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સૌએ સંકલ્પ કયો હતો. જેમાં દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે પણ BAPS સ્વામિનારાયણ મંદિર ના બાળ મંડળના 25 બાળકો દ્વારા
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક વગેરે રાજ્યોમાં યોજાયેલ આ અભિયાન બાદ તા.૩૧/૦૫/૨૦૨૨ ને મંગળવારના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ઉપક્રમે સમગ્ર ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાં ૧૦૦ જેટલા વિરાટ વ્યસનમુક્તિ રેલીનું આયોજન કર્યું હતું. પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફ્લોટસ, બાળ-બાલિકાઓ દ્વારા થતા સૂત્રોચ્ચાર દ્વારા વ્યસનમુક્તિ માટે સમાજ જાગૃતિનું વિરત કાર્ય થયું હતું. વ્યસનમુકત સમાજના નિર્માણ માટે સમગ્ર દેશમાં ૫૦,૦૦૦ જેટલા બાળકો-બાલિકાઓ આ રેલીમાં ભાગ લીધો હતો.
આ રીતે આ બાળ-બાલિકાઓએ કુલ ૨૬ લાખ જેટલા લોકોનો સંપર્ક કરી “વ્યસનમુક્તિ અભિયાન” અને “પ્રકૃતિ સંવર્ધન અભિયાન” દ્વારા સમાજ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય કર્યું હતું. આ અભિયાનના પરિણામે સમાજને તો લાભ થશે જ. પરંતુ એ સાથે અભિયાનમાં જોડાયેલ બાળ-બાલિકાઓને આજીવન વ્યસનમુક્ત રહેવાના અને વીજળી, પાણી, અને વૃક્ષોનું સંવર્ધન કરવાના પાઠ શીખવા મળ્યા હતા. અને તેની સાથે સાથે સેલ્ફ કોન્ફિડન્સ, કોમ્યુનિકેશન સ્કિલ, લીડરશીપ, ટીમવર્ક વગેરે જેવી સુષુપ્ત શક્તિઓ આ બાળ-બાલિકાઓમાં અભિયાનના પરિણામે ખીલી હતી. દેશહિત માટે કઈંક કરી છુંટવાના, સમાજની નિઃસ્વાર્થ સેવાના, ગુરુને રાજી કરવાના ઉચ્ચતમ આદર્શોના બીજ આ બાળ-બાલિકાઓના અંતરમાં રોપાયા હતા.
CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 POMEGRANATE HAND SANITIZER 
સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં યોજાયેલ આ વ્યસનમુક્તિ અભિયાન આપણાં દાહોદમાં પણ યોજાયેલ હતું. જેમાં 50 બાળકો અને કાર્યકર્તાઓના 13 વૃંદ દ્વારા કુલ  2600 લોકોનો સંપર્ક કરેલ જેમાં જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, નગર પાલિકા, APMC માર્કેટ, ચાકલીયા ચોકડી થી મંડાવાવ ચોકડી, સોનીવાડ, રાવળવાડ, ડબગરવાડ અને તેની આસપાસના ગામ કતવારા જઈ વ્યસન કરનાર કુલ 2100 જેટલા વ્યકિતએ આજીવન વ્યસન મુકત રહેવાની અને સાથે સાથે અન્યને પ્રેરણા આપવી તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેવી જ રીતે “પ્રકૃતિ સંવર્ધન અભિયાન હેઠળ દાહોદ શહેર અને ગામડાઓમા 30 જેટલી બાલિકાઓ દ્વારા 1938 જેટલા લોકોને પ્રકૃતિ સંવર્ધન કાર્યક્રમ હેઠળ નિયમો લેવડાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તા.૩૧/૦૫/૨૦૨૨ ને મંગળવારના રોજ એક વિરાટ “વ્યસનમુક્તિ અભિયાન” અને “પ્રકૃતિ સંવર્ધન અભિયાન” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યસન મુક્તિ અને પ્રકૃતિ સંવર્ધનની થીમ સાથે હોર્ડિગ્સ અને કટઆઉટના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ રેલી દાહોદના રેલ્વે સ્ટેશન થી શરૂ કરી વિવેકાનંદ ચોક થી ભગિની સમાજ થી માણેકચંદ ના કૂવાથી સીધી પોસ્ટ ઓફિસ થઈને બજારમાં આવી હતી અને ત્યારબાદ પડાવ થઈ BAPS સ્વામિનારાયણ મંદિર, ઇંદૌર રોડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
BAPS ના બાળ-બાલિકાઓ આ અભિયાન દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સમાજ ઉત્કર્ષ માટે કરેલા કાર્યોના પગલે પગલે ચાલ્યા છે. ભારત દેશના ભવિષ્યના આ ઘડવૈયાઓએ આઝાદીના અમૃત વર્ષે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કરેલું સમાજ ઉત્કર્ષનું આ વિરાટ કાર્ય પ્રશંશનીય છે. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments