Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદના દર્પણ રોડ ઉપર આવેલ હોસ્પિટલમાં દાખલ દર્દીના નાણાં ભરેલ પર્સ અન્ય...

દાહોદના દર્પણ રોડ ઉપર આવેલ હોસ્પિટલમાં દાખલ દર્દીના નાણાં ભરેલ પર્સ અન્ય દર્દીના સગાએ ચોરી લેતા પોલીસ ફરિયાદ

દાહોદના દર્પણ રોડ ઉપર આવેલ ઓમ હોસ્પિટલમાં મધ્યપ્રદેશના સુભાષ ભૂરીયા સારવાર માટે દાખલ થયા હતા. ત્યારે દર્દીના પત્ની આરતીબેને નાણાં ભરેલ પર્સ કબાટમાં મૂકી ફ્રેશ થવા ગયા તે દરમિયાન હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીના સગાએ કબાટમાથી 50 હજાર રૂપિયા ભરેલ પર્સ કાઢી રફુચક્કર થઈ ગયા હતા, જ્યારે આરતીબેને પરત આવી કબાટ માં ચેક કરતાં પર્સ ગાયબ થયેલું જોવા મળ્યું હતું. તેથી ડોક્ટર ને જાણ કરી હોસ્પિટલમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં નજીકના બેડ ઉપર સારવાર લઈ રહેલ દર્દીના સગા પર્સની ચોરી કરતાં જોવા મળ્યા હતા. બનાવને પગલે આરતીબેને દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ના આધારે  ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments