Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકામાં સિઝનનો પહેલો વરસાદ વરસતા લોકોમાં તથા ખેડૂતોમાં ખુશી અને આનંદ...

ફતેપુરા તાલુકામાં સિઝનનો પહેલો વરસાદ વરસતા લોકોમાં તથા ખેડૂતોમાં ખુશી અને આનંદ જોવા મળ્યો

સીઝનનો પહેલો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી ગરમી ના બફારાથી થઈ રાહત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં સિઝનનો પ્રથમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ફતેપુરા મોડી સાંજે ચાર વાગ્યાની આરસામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદના આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ થતાં સીઝનનો પ્રથમ વરસાદ વરસાદ નાના બાળકો વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા હતા. તો ખેડૂતો પોતાના ઘર આગળ મૂકેલા ઘાસચારાને ઉઠાવી વરસાદના પાણીથી ઘાસચારા ખરાબ ન થાય એ રીતે વ્યવસ્થા કરતા જોવા મળ્યા હતા તો અચાનક આવી પડેલા વરસાદના કારણે આગોતરુ આયોજન ન કરનાર વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને આ સિઝનની શરૂઆતમાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદ છવાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments