Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદ૧૬૪૭ શાળાઓને ૧૫૦ રૂટ થકી આવરી લેવાના લક્ષ સાથે કન્યા કેળવણી મહોત્સવ...

૧૬૪૭ શાળાઓને ૧૫૦ રૂટ થકી આવરી લેવાના લક્ષ સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો દાહોદ જિલ્લામાં પ્રારંભ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
  • પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓએ વિવિધ શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા.
  • શાળાના પ્રથમ દિવસે મહાનુભાવોએ ઉમળકાભેર સ્વાગત કરી બાળકોને શુભેચ્છાઓ આપી.
દાહોદ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આજે તા.૨૩/૦૬/૨૦૨૨ ને ગુરુવારના રોજથી “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨” કાર્યક્રમનો પ્રારંભ થયો છે. સરકારના આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો, અગ્રણીઓએ વિવિધ શાળા ખાતે ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં સુંદર માહોલમાં પ્રવેશ અપાવ્યો હતો અને બાળકોના ૧૦૦ ટકા નામાંકન થાય એ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લાની ૧૬૪૭ શાળાઓને આ ત્રણ દિવસમાં ૧૫૦ રૂટ થકી આવરી લેવાશે.
“કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨” ને પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લાના ધારાસભ્યો, આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ સહિત કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા સહિતના અધિકારીઓ આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોનો શાળામાં નામાંકન કરાવ્યું હતું. આજના કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, દાતાઓ પણ સહભાગી થયા હતા અને બાળકોને સ્કુલ બેગ, પેન્સીલ બોક્સ, કંપાસ સહિતની શૈક્ષણિક કીટ આપી હતી. બાળકો પણ શાળા પ્રવેશના પ્રથમ દિવસે ખુશખુશાલ જણાયા હતા. બાળકોને મહાનુભાવોએ ખૂબ જ પ્રોત્સાહક વાતાવરણમાં શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ વર્ષના શાળા પ્રવેશોત્સવમાં કલસ્ટર રિવ્યુ અને તાલુકા રિવ્યુ આ પ્રવેશોત્સવમાં નવી બાબત તરીકે ઉમેરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા નવા પ્રકલ્પો જેવા કે, લર્નીગ લોસ માટે શિક્ષકોએ આપેલ સમય દાન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ૧૦૦ ટકા નિયમિત હાજરી, શાળાઓની માળખાકીય સુવિધા, G-Shala એપનો વિદ્યાર્થી દ્વારા ઉપયોગ, એકમ કસોટી અને સત્રાંત કસોટીના પરિણામો વગેરે જેવી બાબતો સામેલ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments