Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોના પસંદગી નંબર માટે રીઓક્સન યોજાશે

દાહોદમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનોના પસંદગી નંબર માટે રીઓક્સન યોજાશે

દાહોદનાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે કે, ટુ વ્હીલર મોટર સાયકલની GJ20BB, GJ20BA, GJ20AR, GJ20AS અને ફોર વ્હીલર મોટર કાર માટે GJ20AQ સીરીઝમાં પસંદગીના નંબર માટે રી-ઓક્સન કરવામાં આવશે. નંબર તથા ભરવાપાત્ર ફીની માહિતી http://parivahan.gov.in/fancy હેલ્પમાંથી મળી રહેશે તો ઇચ્છુક વાહન માલિકો સેલ લેટર અથવા ઇન્સ્યોરન્સની તારીખ થી સાત દિવસમાં સીએનએ ફોર્મ ભરીને વાહનોનું રજીસ્ટ્રેશન કરી ઓક્સનમાં ભાગ લઇ શકશે.

આ માટે આગામી તા.૦૫/૦૭/૨૦૨૨ થી તા.૦૭/૦૭/૨૦૨૨ ના રોજ ઉક્ત સાઇટ ઉપર લીંક મારફતે વાહન-૪ સોફટવેરમાં એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા. ૭ થી ૯ જૂલાઈ ના રોજ રીઓકસન માટે બીડીગ ઓપન થશે. તા. ૧૦ જુલાઇ સુધીમાં ફોર્મ બપોરના ૨ વાગ્યા સુધીમાં જમા કરાવવાની રહેશે. અરજદારોએ વાહન ખરીદ કર્યા તારીખથી ૭ દિવસમાં સીએનએ ફોર્મ ભરેલું હોવું જોઇએ. વેલીડ સીએનએ ફોર્મ રજૂ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરાશે.
હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દીવસમાં નાણા જમા કરાવવાના રહેશે. ઓનલાઇન ઓક્સન દરમિયાન આરબીઆઇના નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. વાહન માલિકો ખાસ નોંધ લે કે, વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી સીએનએ ફોર્મ ભર્યા બાદ ૬૦ દિવસનાં અંદરના અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments