દાહોદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ (S.P.C.A.) ની બેઠક દાહોદ કલેકટર હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ સમિતિની બેઠકનું આયોજન જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દાહોદ કલેકટર દ્વારા ચોમાસાને ધ્યાને લઇ રોડ રસ્તા ઉપર ત્યજી દીધેલા પશુઓના અકસ્માત ના થાય, પશુઓને તકલીફ ના પડે તે માટે યોગ્ય પગલાં ભરવા કહ્યું હતું. આ બેઠકમાં આ વર્ષે કુલ અત્યાર સુધી એપ્રિલ મહિનામાં 79, મે મહિનામાં 89 અને જૂનમાં 86 પશુઓ ની સારવાર કરવામાં આવી છે. અને વર્ષ 21-22 દરમિયાન પોલીસ દ્વારા બચાવી લેવાયેલ પશુઓના નિભાવ ખર્ચ માટે અનાજ મહાજન ગૌશાળા દાહોદ ને રૂપિયા બે લાખ ચાર હજાર ત્રણસો તથા યતિન્દ્ર જયંત ગૌશાળા ઝાલોદ ને બે લાખ સાડત્રીસ હાજર આઠસો પંચાવન મળી કુલ ચાર લાખ બેતાલીસ હજાર એકસો પંચાવન રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી. આ બેઠકમાં દાહોદ જિલ્લા કલેકટર હર્ષિત ગોસાવિ, ડીડીઓ નેહાકુમરી, Dy.S.P. પરેશ સોલંકી, Dr. કે.એલ.ગોસાઈ, Dr. મનોજ મહેતા, સરકારી વકીલ અજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને તદુપરાંત ગૌ હત્યા રોકવા અને ત્યજી દીધેલા ઢોર વિષય ઉપર કમિટીના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે કમિટીના પ્રમુખ દાહોદ કલેકટર હર્ષિત ગોસાવી એ આ બાબતે ઘટતું કરવા માટે તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લા (S.P.C.A.) પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતીની જિલ્લાની બેઠક યોજાઇ
RELATED ARTICLES