દાહોદ જિલ્લાના આજે તા.૨૮/૦૭/૨૦૨૨ ને ગુરુવારના રોજ CHC મીરાખેડી ખાતે સવાર ના ૦૯.૩૦ વાગ્યા હોવા છતા કેશ કાઢવા માટે કેશબારી તો ખુલી પરંતુ કેશબારી પર કોઈ પણ કર્મચારી બેઠલ નથી. તેવી જ રીતે OPD ના રુમ ખુલ્લા છે પણ એક ડોક્ટર સિવાય બીજા કોઇ પણ ડોક્ટર હાજર નથી. બિમાર માણસો સારવાર કરાવવા સવારના બેઠા હતા પરંતુ કેશ નીકળવા માટે કોઇ કર્મચારી હાજર નથી. સરકારી તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્યને લગતી કોઇ સમસ્યા ન રહે તેવી દરેક CHC, PHC માં વ્યવસ્થા કરવામાં આવેલ છે, પરંતુ લેબોરેટરી અને કેશ બારી પર જે માણસોને કોન્ટ્રાક્ટ બેઝ પર લીધેલ છે તેઓ મીરાખેડી ગામના જ હોઇ મન ફાવે ત્યારે પોતાની મરજી થી આવે છે અને જાય છે અને બિમાર માણસો ને હાલાકીનો સામનો કરવો પડે છે. તે માટે જ જવાબદાર તંત્ર દ્વારા હાલ ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે CHC મીરાખેડી ની મુલાકાત લઇ લોકોના ટેક્સના રુપિયે લટાર મારવા આવતા કર્મચારીઓ ઉપર ઓચિંતાની મુલાકાત લઇ ઘટતુ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ને ધ્યાનમાં રાખી લોકોએ મુલાકાત લેતાં સ્થાનિકોની રજુઆત વ્યાજબી હોઇ તાલુકા હેલ્થ ઓફિસર (T.H.O.) ઝાલોદને CHC મીરાખેડી ના ૯.૩૦ સમય દરમિયાન સુધી એક ડોક્ટર અને એક મેડમ અને પટાવાળા સિવાય અન્ય કોઇ સ્ટાફ હાજર ન હોઇ તે સમય નો CHC નો વિડીયો બનાવી tho ઝાલોદ ને મોકલવા માં આવ્યો હતો અને ઘટતું કરવા માંગ કરી હતી.
દાહોદ જિલ્લાના મીરાખેડી CHC સેન્ટરના કર્મચારીઓ મનફાવે ત્યારે નોકરી પર આવે જાય છે – વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામા
RELATED ARTICLES