“આઝાદી કા અમૃત મહોત્સવ – હર ઘર તિરંગા” અંતર્ગત દાહોદમાં ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આજે વહેલી સવારે દાહોદ સ્ટેશન રોડથી પ્રભાત ફેરી નીકાળવામાં આવી હતી અને ત્યાર બાદ દાહોદ નાગર સેવા સદન અને લિટલ ફલાવર્સ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે લિટલ ફલાવર્સ સ્કૂલ ના ગ્રાઉન્ડ ઉપર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ ધ્વજ બનાવવામાં આવ્યો હતો અને આ માનવ ધ્વજ થકી વિદ્યાર્થીઓએ પોતાની દેશ ભક્તિ અને પ્રેમને વર્ણવી હતી. અને સાથે સાથે સમાજમાં એક મેસેજ આપ્યો હતો કે આપણે સૌએ સાથે મળી આઝાદીના આ 75 વર્ષની ઉજવણી ખૂબ ઉત્સાહભેર કરીએ અને આપણાં રાષ્ટ્રને આગળ વધારવા માટે એક નવી પહેલ કરીએ.
આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, સુરેશ શેઠ, શ્રેયસ શેઠ, દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, દંડક શ્રધ્ધા ભડંગ શાળાના આચાર્ય કૃતાર્થ જોશી, કનૈયા કિશોરી, પ્રશાંત દેસાઈ, લખન રાજગોર, અંજલિ પરીખ, પંકજ શેઠ, ચંદ્રેશ ભૂતા, રાજેશ સહેતાઈ અને મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા અને લિટલ ફલાવર્સ સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.