દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલો છે. બન્ને રાજ્યોનાં લોકો વિવિધ કામ અર્થે તેમજ ધંધા-રોજગાર માટે અવર-જવર વર્ષોથી કરી રહ્યા છે, ત્યારે રસ્તાની સુવિધા ન હોવાના કારણે સિંગલપટ્ટી તથા ઉબડ ખાબડ રસ્તાનો ઉપયોગ કરવાનો વારો આવ્યો હતો. આ બાબતે સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ દ્વારા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવતા દાહોદ જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગના દ્વારા સર્વે કરીને બ્રિજ અને રસ્તા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે બ્રિજ અને રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો. આ બ્રિજ તૈયાર થઈ જતાં રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ગુરુવારના દિવસે લોકાર્પણ કરીને ખુલ્લો મુકવામાં આવનાર છે. આ નવીન બ્રિજના કારણે ત્રણ રાજ્યોનાં લોકોને ફાયદો થશે.લોકાર્પણને લઇને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
HomeJhalod - ઝાલોદદાહોદના ઝાલોદ તાલુકાના બલેન્ડિયા પાસે અનાસ નદી પર 26 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું લોકાર્પણ