દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દેવગઢ બારીયાના પ્રભારી અને માજી જિલ્લા ભાજપ બક્ષી પંચના પ્રમુખ કે જે દસ દિવસ અગાઉ કોંગ્રેસમાં જોડાયા હતા તેમની પાછી ઘર વાપસી થઈ.
ધાનપુરના લવાર ગોપસિંહએ આજે યા.૨૦/૧૦/૨૦૨૨ ને ગુરુવારના રોજ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે તેઓને ગત 10મી ઓકટોબર ના રોજ કોંગ્રેસના અગ્રણી નેતાઓ મને ગેર માર્ગે દોરી અને ભોળવીને અમદાવાદ રાજીવ ગાંધી ભવન લઈ જઈ અને કોંગ્રેસનો ખેસ પેરાવી કોંગ્રેસમાં સામેલ કરેલ હતો. પરંતુ છેલ્લા 27 વર્ષથી હું ભાજપના કાર્યકર્તા તરીકે હતો એટલે મને ત્યાં ગયો એ જ દિવસે રાત્રે થયું કે હું ખોટી રીતે ભ્રમિત થઈ ગયો છું અને મને એહસાસ થયો કે મને મારી માતૃ પાર્ટી માં પરત જવું જોઈએ જેથી મે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયર ના હસ્તે આજે દાહોદ “શ્રી કમલમ્” ખાતે ભાજપનો ખેસ ધારણ કરી મે મારા ઘરે વાપસી કરી છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રીઓ નરેન્દ્ર સોની અને સ્નેહલ ધરિયા ઉપસ્થિત રહ્યા હતા.અને તેમને પાર્ટીના કમે પરત જોતરાઈ જવા જણાવ્યું હતું.