ચૂંટણીને ધ્યાને લઇ ગુજરાત મધ્યપ્રદેશની આંતરરાજ્ય બોર્ડર ઉપર જિલ્લા પોલીસ વડાની મુલાકાત
વિધાન સભાની ચૂંટણી 2022 ની તૈયારીઓના ભાગરૂપે આજે તા.૦૮/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે દાહોદ જિલ્લા DSP બલરામ મીણા ગુજરાત અને મધ્ય પ્રદેશની આંતરરાજ્ય બોર્ડર ખંગેલા ખાતે જિલ્લામાં ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લગાવેલ “ઇન્ટર સ્ટેટ, ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ચેક પોસ્ટ” નિરીક્ષણ અર્થે ટીમ સાથે વિઝીટ કરવા પહોંચ્યા હતા અને તેઓએ ત્યાં જણાવ્યું હતું કે દાહોદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે. જેને ધ્યાનમાં રાખી 24 નવી ચેકપોસ્ટ ઊભી કરી દરેક આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે, અને દાહોદ ની બોર્ડર થી કેફી પદાર્થો કે વિદેશી દારૂ અથવા તો હથિયારો અને ગેરકાયદે રૂપિયાની હેરફેર ન થાય તે માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પણ દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા દાહોદ જિલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવી સાથે ચર્ચા કરી તમામ પાસાઓને ધ્યાને લઈ તૈયારીઓ થઈ ચૂકી છે. જેના ભાગ રૂપે આજે તેઓ ખંગેલા ની આંતરરાજ્ય બોર્ડર ઉપર વિઝીટ માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓ એ પ્રત્રકર વાર્તામાં આ તમામ માહિતી આપી હતી.