Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા કરેલ...

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા કરેલ પ્રસંશનીય કામગીરી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, IPS પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા બલરામ મીણા, IPS પોલીસ અધિક્ષક દાહોદનાઓની સીધી રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે આગામી વિધાનસભા ચુંટણી – ૨૦૨૨ મુક્ત ન્યાયી અને શાંતી તથા કોઇ રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જીલ્લા પોલીસે આજ રોજ તા.૧૪/૧૧/૨૦૨૨ ૨૪ કલાકમાં ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ – ૩૦ કેસો, જુગારના – ૦૧ તથા N.D.P.S એકટના – ૦૩ કેસો કરેલ છે.

પ્રોહીબીશનમાં – જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ- ૦૭ કેસો જેમાં કુલ બોટલો નંગ-૧૩૯૧, જેની કી.રૂ.૮૫,૦૨૫/- નો ભારતીય બનાવટનો વિદેશી પ્રોહી મુધ્દામાલ તથા ગુનાના કામે વપરાયેલ ૦૨ વાહનની કીંમત રૂ.૬,૦૦,૦૦૦/- અને મોબાઇલ ફોન -૦૧ કી.રૂ.૩,૫૦૦/-ના મુધ્દામાલ સાથે પકડી પાડેલ છે તથા દેશી દારૂના કુલ- ૨૧ કેસો , ૯૨ લીટર જેની કીંમત રૂપીયા – ૧૮૪૦/-નો પ્રોહી મુધ્દામાલ જપ્ત કરેલ છે. જુગારધારાના ગુનામાં અંગ ઝડતીમાંથી રોકડા રૂ.૩૧,૦૮૦/-, મોબાઇલ ફોન-૦૩ કી.રૂ.૬,૦૦૦/- તથા કેલ્કયુલેટર-૦૧ કી.રૂ.૧૦૦/- મળી કુલ કી.રૂ.૩૭,૧૮૦/- નો મુધ્દામાલ જપ્ત કરેલ છે. NDPS ના ગુનાઓમાં – ગાંજાના છોડ નંગ- ૨૦૩ જેનું વજન- ૨૫૫.૯૨૫ કી.ગ્રામ જેની કુલ કી.રૂ.૨૫,૫૯,૨૫૦/- મુધ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

દાહોદ બી ડીવિઝન પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૧૦૫૩૨૨૦૨૩૨/૨૦૨૨ જુગારધારા કલમ ૧૨(અ) મુજબના ગુનાના કામે રેઇડ કરી આ કામના કુલ- ૦૮ આરોપીઓ પૈકી ૦૪ આરોપીઓને જીલ્લા એલ .સી. બી શાખા, દાહોદ ના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી આરોપીને પકડી ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગરબાડા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૧૦૨૪૨૨૦૩૧૩/૨૦૨૨ એન.ડી.પી.એસ એકટ ૧૯૮૫ની કલમ ૨૦(એ) મુજબના ગુનાના કામે બાતમી આધારે રેઇડ કરી વનસ્પતિ જન્ય ગાંજાના ફુલ છોડ નંગ- ૪૪ જેનું વજન- ૨૮.૬૪૦ કી.ગ્રામ જેની કી.રૂ.૨,૮૬,૪૦૦/-ના મુદ્દામાલ સાથે આ કામના આરોપીને ઝડપી પાડી જીલ્લા એસ.ઓ.જી શાખા, દાહોદના અધિકારી/ કર્મચારીઓએ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

THIS NEWS IS POWERED BY –– AVSAR PUJAPA & DECORATION 

સાગટાળા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૨૫૯/૨૦૨૨ એન.ડી.પી.એસ એકટ ૧૯૮૫ની કલમ ૨૦(એ) મુજબના ગુનાના કામે બાતમી આધારે રેઇડ કરી વનસ્પતિ જન્ય ગાંજાના ફુલ છોડ નંગ- ૮૨ જેનું વજન- ૧૨૭.૫૦૦ કી.ગ્રામ જેની કી.રૂ.૧૨,૭૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આ કામના આરોપીને ઝડપી પાડી જીલ્લા એસ.ઓ.જી શાખા, દાહોદના અધિકારી/ કર્મચારીઓએ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સાગટાળા પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૨૬૦/૨૦૨૨ એન.ડી.પી.એસ એકટ ૧૯૮૫ની કલમ ૨૦(એ) મુજબના ગુનાના કામે બાતમી આધારે રેઇડ કરી વનસ્પતિ જન્ય ગાંજાના ફુલ છોડ નંગ- ૭૭ જેનું વજન- ૯૯.૭૮૫ કી.ગ્રામ જેની કી.રૂ.૯,૯૭,૮૫૦/-ના મુદ્દામાલ સાથે આ કામના આરોપીને ઝડપી પાડી જીલ્લા એસ.ઓ.જી શાખા, દાહોદના અધિકારી/ કર્મચારીઓએ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૮૨૧૦૦૮૨૨૦૬૨૯/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬(બી) મુજબના ગુનાના કામે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ- ૩૧૨ જેની કી.રૂ.૩૧,૫૩૬/-નો પ્રોહી મુધ્દામાલ સ્થાનિક પો.સ્ટે.ના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી ગુનાના કામે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

કતવારા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૮૨૧૦૨૫૨૨૦૪૪૮/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુનાના કામે ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની બોટલો મળી કુલ બોટલો નંગ- ૨૫૮ જેની કી.રૂ.૩૦,૧૮૪/-નો પ્રોહી મુધ્દામાલ તથા ગુનાના કામે વપરાયેલ વાહનની કી.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨,૮૦,૧૮૪/-નો મુધ્દામાલ સ્થાનિક પો.સ્ટે.ના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી ગુનાના કામે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પીપલોદ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૨૪૩/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨),૮૧,૧૧૬(બી) મુજબના ગુનાના કામે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલો મળી કુલ બોટલો નંગ – ૭૨૦, જેની કી.રૂ.૭૭,૦૪૦/-નો પ્રોહી મુધ્દામાલ તથા ગુનાના કામે વપરાયેલ વાહનની કી.રૂ.૩,૦૦,૦૦૦/- અને મોબાઇલ ફોન કી.રૂ.૩૫૦૦/- મળી કુલ કી.રૂ.૩,૮૦,૫૪૦/-નો મુધ્દામાલ સ્થાનિક પો.સ્ટે.ના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી ગુનાના કામે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

દેવ.બારીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૩૮/૨૦૨૧ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧ મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો/વોન્ટેડ આરોપી નામે વિજયભાઇ બચુભાઇ જાતે.બારીયા રહે. જુનાબારીયા, તા.દેવ.બારીયા, જી. દાહોદ નાને સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી આ કામના આરોપીને પકડી ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પીપલોદ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૮૨૧૦૫૨૨૧૦૦૭૬/૨૦૨૧ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧, ૧૧૬(બી) મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો/વોન્ટેડ આરોપી નામે ગેમાભાઇ ઉર્ફે ભીમસીંગભાઇ કાળુભાઇ જાતે.બારીયા રહે. ચંચેલાવ બારીયા ફળીયું, તા.ગોધરા , જી.પંચમહાલ નાને સ્થાનીક પોલીસ સ્ટેશનના અધિકારી/ કર્મચારીઓએ બાતમી આધારે રેઇડ કરી આ કામના આરોપીને પકડી ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ – ૩૫ બિનજામીનલાયક વોરંટવાળા ઇસમો ની બજવણી કરવામાં આવેલ છે. તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી – ૧૦૭ હેઠળ કુલ – ૭૮ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી – ૧૫૧ હેઠળ કુલ – ૭૯ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી – ૧૦૯ હેઠળ કુલ – ૦૮ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી – ૧૧૦ હેઠળ કુલ – ૩૧૬ અટકાયતી પગલા લીધેલ છે તથા પ્રોહી – ૯૩ ના હેડ હેઠળ કુલ – ૫૮ મળી કુલ – ૪૮૧ અટકાયતી પગલા લીધેલ છે. તેમજ જીલ્લામાં લાયસન્શ ધરાવતા હથિયારપરવાનેદારોના કુલ – ૬૦ ના હથિયારો જમાં લેવામાં આવેલ છે.

આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી અને પ્રસંશનીય કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments