Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા પોલીસે પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કિં....

દાહોદ જિલ્લા પોલીસે પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કિં. રૂ. 2,88,367/- તથા તેમાં વપરાય 2 વાહનો મળી કુલ 6,58,867 નો મુદ્દામાલ જપ્ત કરવામાં મળેલ સફળતા

નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (IPS) પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા બલરામ મીણા (IPS) પોલીસ અધિક્ષક દાહોદની સીધી રાહબાત હેઠળ સૂચના અને માર્ગદર્શનના આધારે અગામી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ તે માટે દાહોદ જિલ્લા પોલીસે તા.૧૨/૧૧/૨૦૨૨ ના ૨૪ કલાકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશનના કુલ -૨૨ કેસો કરેલ છે. જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ – ૭ કેસો જેમાં કુલ બોટલ નંગ ૩૦૩૬ જેની કિંમત ₹.૨,૮૮,૩૬૭/- તથા ગુનાના કામે વપરાયેલ બે વાહનોની કિંમત ₹.૩,૭૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન એકની કિંમત ₹. ૫૦૦/- મળી કુલ કિંમત ₹. ૬,૫૮,૮૬૭/- નો ભારતીય બનાવટનો વિદેશી પ્રોહી મુદ્દામાલ પકડીને પાડેલ છે તથા દેશી દારૂ ના કુલ – ૧૦ કેસો, ૪૬ લીટર જેની કિંમત ₹. ૯૦૦/- ના મુદ્દા માલ જપ્ત કરેલ છે.

જેમાં સાગટાળા, રણધીકપુર, ઝાલોદ, કતવારા, ગરબાડા તેમજ લીમડી પોલીસ સ્ટેશનના ગુના નોંધાયેલ છે તેમજ ખૂબ જ લાંબા સમયથી પેન્ડિંગ – ૨૩ બિનજામીનલાયક વોરંટવાળા ઈસમોની બજવણી કરવામાં આવેલ છે. તેમજ લીધેલ અટકાયતી પગલામાં CRPC – 107 હેઠળ કુલ – 53 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલા લીધેલ છે, અને CRPC – 151 હેઠળ કુલ – 114 અટકાયતી પગલા લીધેલ છે તથા CRPC – 109 હેઠળ કુલ – 04 અટકાયતી પગલા લીધેલ છે તથા CRPC – 110 હેઠળ કુલ – 218 અટકાયતી પગલા લીધેલ છે તથા પ્રોહી – 93 ના હેડ હેઠળ કુલ – 60 મળી કુલ – 389 અટકાયત પગલા લીધેલ છે તેમજ જિલ્લામાં લાઇસન્સ ધરાવતા હથિયાર પરવાનેદારોના કુલ – 98 ના હથિયારો જમા લેવામાં આવેલ છે

આમ અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જિલ્લા પોલીસે કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments