ગુજરાત વિધાસભાની સામાન્ય ચુંટણી – ૨૦૨૨ ની તૈયારીઓ પુરજોશમાં દરેક પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે તા.૨૨/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ દાહોદના લીમખેડામાં લીમખેડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર શૈલેષ ભાભોરની જંગી જાહેર સભા યોજાઇ હતી. જેમાં BTP પાર્ટીનાં રાજેશભાઈ હઠીલાએ વિધાનસભાની ચૂંટણી માંથી પોતાનું ફોર્મ પરત ખેંચી લઈ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર નાં હસ્તે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરેલ.
જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે તમે BTP નાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ તો પરત કેમ ખેચ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે હું BTP જોડે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલ હતો અને સારી એવી કામગીરી કરેલ પરંતુ અમારી માંગણીઓ મોવડી મંડળ દ્વારા પુરી કરેલ નથી અને યુવા કાર્યકર્તાઓને ગુમરાહ કરેલ છે. તેથી અમોએ ફોર્મ પરત ખેંચી લીધેલ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અમારા સમાજના અનેક મુદ્દાઓ હલ કરવાની બાહેંધરી આપેલ છે. તેથી હું મારા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયો છું. અને વધુમાં ભારતના વડાપ્રધાન દ્વારા ભારતીય ટ્રાઈબલ કોમ્યુનિટી માટે ઘણી યોજનાઓ આપી છે તેમજ હાલ અમારા સમાજના આદિવાસી બહેન દ્રોપદી મૂર્મુજીને રાષ્ટ્રપતિ બનાવી સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. માટે આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને અમો ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયા છે.