નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા,પંચમહાલ – ગોધરા, રેન્જ ગોધરા તથા બલરામ મીણા પોલીસ અધિક્ષક દાહોદનાઓએ વિધાનસભા ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવાળી થાય તથા ફ્રી એન્ડ ફેયર ચુંટણી થાય તેવા હેતુસર જીલ્લાના તમામ અધિકારી, કર્મચારીઓને વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા કડક સુચના આપેલ, જે આધારે આર.સી.કાનમિયા P.I. S.O.G. શાખા દાહોદનાઓએ S.O.G. શાખાના અધિકારી, કર્મચારીઓને અગામી વિધાનસભા ચુંટણી અનુલક્ષીને વોન્ટેડ આરોપી પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ તે આધારે જે.બી.ધનેશા P.S.I. S.O.G. શાખા દાહોદ તથા S.O.G. શાખાના માણસોએ આ દિશામાં ખાનગી બાતમીદારો રોકી નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ પકડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન અ.પો.કો. વિનોદભાઇ રામસિંહનાઓને ચોકકસ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અમદાવાદ શહેર સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એન), ૫૦૬(૧) તથા પોકસો એકટ કલમ ૩(એ), ૪, ૫ મુજબના કામનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી અતુલભાઇ સોમાભાઇ જાતે માલ રહે. ચાંદલી, નિંદકા ફળિયું તા.ફતેપુરા જી.દાહોદનાનો તેના ગામ ચાંદલી, નિંદકા ફળીયા મુકામે હોવાની બાતમી આધારે ચાંદલી ગામે કોમ્બીંગ કરી આરોપી મળી આવતાં S.O.G. ટીમ દ્વારા પકડેલ છે અને તેના વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવા સારૂ સુખસર પો.સ્ટે સોંપેલ છે.
આ પકડાઈ જનાર આરોપીનું નામ અતુલભાઇ સોમાભાઇ જાતે માલ રહે. ચાંદલી, નિંદકા ફળિયું તા.ફતેપુરા જી.દાહોદ કે જે અમદાવાદ શહેર સોલા હાઇકોર્ટ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) (એન), ૫૦૬(૧) તથા પોકસો એકટ કલમ ૩(એ), ૪, ૫ મુજબ ના આરોપી તેના ગામ ચાંદલી, નિદકા ફળીયા મુકામે હોવાની બાતમી આધારે ચાંદલી ગામે કોમ્બીંગ કરી આરોપી મળી આવતાં એસ.ઓ.જી. ટીમ દ્વારા પકડેલ છે
આ આરોપીને પકડવા માટે (૧) આર.સી.કાનમિયા પો.ઇન્સ., (૨) જે.બી.ધનેશા પો.સબ.ઇન્સ, (૩) અ.હે.કો. જયેશકુમાર શાંતીલાલ, (૪) અ.પો.કો. વિનોદભાઇ રામસિંહ, (૫) અ.પો.કો. ગણપતભાઇ મીઠલુભાઇ ની ટીમ કામે લાગી હતી. આમ દાહોદ S.O.G. ટીમને અમદાવાદ શહેર સોલા હાઇકોર્ટ પો.સ્ટે. વિસ્તારના અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.