દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ગરબાડા તાલુકા વિધાન સભા મત વિસ્તારમાં મોટા પાયે થશે કાર્પેટ બોમ્બિંગ. આજે તા.૨૯/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરનાં ૧૨:૦૦ કલાકે 12.00 134 – દેવગઢ બારીયા ખાતે બચુભાઈ ખાબડ માટે જાહેર સભા કરશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા. અને વિશેષ ઉપસ્થિતિ માં ગુજરાતી ફિલ્મોની કલાકાર મમતા સોની પણ હાજર રહેનાર છે, જ્યારે 133 – ગરબાડા વિધાનસભાના ઉમેદવાર મહેન્દ્ર ભાભોર માટે જંગી જાહેર સભાનું સંબોધન કરશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ.
દેવગઢ બારિયા સીટ ભાજપ પાસે છે પણ ગરબાડા માટે ભાજપે કમ્મર કસી છે અને ભાજપ ટક્કર આપી રહ્યું છે અને કેન્દ્રીય ગૃહ મંત્રીની સભા પછી વધુ અસર ગરબાડા સીટ ઉપર પડશે અને ભાજપ વધુ મજબૂત બનશે. જ્યારે ગરબાડા કોંગ્રસના ગઢ સમાન છે ત્યાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મહેન્દ્ર ભાભોર નાં પ્રચાર અર્થેં જંગી સભાને કરશે સંબોધન