દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા વિધાનસભાના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી એ જે દિવસે ઉમેદવારી નોંધાવવા ગયા તે દિવસથી આજ દિન સુધી તેઓએ જે લોકો જોડે જનસંપર્ક કર્યો છે તેના આધારે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસનાં ગઢમાં આ વખતે ચોક્કસ ગાબડું પાડી દેશે. અને બીજું એવું કે દાહોદનાં ખરોડ ખાતે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે દિવસે જંગી સભાને સંબોધી તે દિવસે જ દાહોદ જિલ્લાની ૬ એ ૬ સીટ ભાજપ દ્વારા પોતાના ખિસ્સામાં મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે.
વધુમાં દાહોદના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી દાહોદ શહેરના દરેક સમાજ જોડે મીટીંગ કરી તેમના દરેક પ્રશ્ન હલ કરવા માટે ખાતરી આપી હતી અને દાહોદ તાલુકાના ગામડે ગામડે ફરીને ભાજપને વિજય બનાવવા માટે પોતાને મત આપવા અપીલ કરી હતી. તે જોતાં તાલુકાના દરેક ગામ અને દાહોદ શહેરમાં એક તરફી ભાજપનું સમુદ્રી મોજું સુનામીની માફક ફરી વળ્યુ હોય તેમ લાગી રહ્યું છે. અને આ વખતે ચોક્કસ ભાજપનાં ઉમેદવાર કનૈયાલાલ કિશોરી જીતી ગાંધીનગર ખાતે દાહોદનું એક કમળ ચોક્કસ મોકલશે તેવો તેમણે, ભાજપનાં અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.