દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડબલારા ગામની શાળામાં રવિભાઈ પ્રજાપતિ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓને બદલી દાહોદ તાલુકાના સાકરદાની શાળામાં થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં બાળકો તેમજ સ્ટાફના સર્વે મિત્રો વિદાય સમારંભમાંમાં શિક્ષક પ્રત્યેના અપાર પ્રેમ અને સ્નેહના કારણે લાગણીસભર બની રડી રહ્યા હતા. સામે શિક્ષક પણ પોતાના લાડલા વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફની દૂર જવાની લાગણીમાં રહી રહ્યા હતા. જે શિક્ષકનું વર્તન અને કામગીરી યાદ અપાવે છે. આવા સારા અને કર્મઠ શિક્ષકો પ્રત્યે શાળામાં ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.
ફતેપુરાના ડબલારાની શાળાના શિક્ષકની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો
RELATED ARTICLES