Thursday, November 21, 2024
Google search engine
HomeDhanpur - ધાનપુર🅱️reaking : દાહોદ જિલ્લાના ધાનપુરની આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને જમ્યા બાદ થયું ફૂડ...

🅱️reaking : દાહોદ જિલ્લાના ધાનપુરની આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને જમ્યા બાદ થયું ફૂડ પોઈઝનિંગ

દાહોદ જિલ્લાના ધાનપુરની આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને જમ્યા બાદ થયું ફૂડ પોઈઝનિંગ. શ્રી સત્યનામ આશ્રમ શાળા અગાસવાણીનો છે બનાવ.

સાંજનું ભોજન લીધા પછી બાળકોને થઈ તકલીફ. પહેલા એક બાળકને વોમિટ થતાં સારવાર શરૂ કરાઇ, ત્યાર પછી એક પછી એક એમ 15 વિદ્યાર્થીઓને થઈ તકલીફ. તેમાંથી 13 જેટલા વિદ્યાર્થીઓને સ્થાનિક PHC માં સારવારથી તબિયત માં થયો સુધારો.

જ્યારે 2 વિદ્યાર્થીઓની તબિયત વધુ બગડતા તેઓને ઝાયડસ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ તે બંને વિદ્યાર્થી ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની પણ તબિયત સ્થિર છે.

શ્રી સત્યનામ આશ્રમ શાળાના શિક્ષક અર્જુનસિંહ બારિયાના જણાવ્યા અનુસાર જમ્યા પછી બની હતી ઘટના. આ મામલે આશ્રમ શાળા અધિકારીએ યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરે તેવી તમામ પડિતોના પરિવાર ની માંગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments