Thursday, October 31, 2024
Google search engine
HomeAhmadabadદાહોદનાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ ધન્યતા...

દાહોદનાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી

હાલ અમદાવાદના ભડાજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ તા.૧૫/૧૨/૨૦૨૨ થી તા.૧૫/૦૧/૨૦૨૩ દિન – ૩૫ સુધી યોજાનાર છે. જેમાં આજે તા.૧૯/૧૨/૨૦૨૨ ને સોમવારના રોજ દાહોદ 132 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ હાજરી આપી હતી.

 પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લેવા ગયા ત્યાં તેઓનું BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત નિત્ય પ્રકાશદાસજી સ્વામી અને રાજેશ્વરદાસજી સ્વામીના આશીર્વાદ લીધા અને તેઓ દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને પ્રમુખ સ્વામી નગરમાં અલગ અલગ કાર્યક્રમોમાં સ્વામી સાથે મુલાકાત લીધી હતી. ત્યારે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે આ નગર એકદમ અદ્દભુત, અકલ્પનીય અને અવિસ્મરણીય છે. અને હું આ નગરની પ્રદર્શનની,  પ્રમુખ સ્વામી મહારાજની ૩૦ ફુટ ઉંચી મૂર્તિ, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ જોઈ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યો છું. અને ત્યારબાદ ભોજન પ્રસાદી લીધી હતી.

દાહોદનાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાથે દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લબાના તથા અન્ય હોદ્દેદારોએ પણ આ નગર દર્શનનો લાભ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments