ગત તા.૨૧/૧૨/૨૦૨૨ ને બુધવારના રોજ દાહોદના કાળી ડુંગળી ખાતે શાંતાબેન નટવરલાલ કડકીયા માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવટ અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ.નયન જોષીના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પોગ્રામ જિલ્લા પંચાયત દાહોદ અને ભુવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત સિકલસેલ રોગ નિદાનનાં આરોગ્યલક્ષી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. જેમા ડૉ.રાકેશ તડવી તેમજ ભુવાલ આરોગ્ય ટીમ દ્વારા સિકલસેલ રોગની તપાસ કરવામાં આવી. તેમજ વિદ્યાર્થીઓને તમાકુથી થતા નુકશાન વિશે માહિતગાર કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ તમાકુની વ્યસન થી થતા નુકસાન અંગે વધુ સમજ કેળવાય તે પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિ કરાવી.
રચનાત્મક પ્રવૃત્તિ દરમ્યાન પ્રથમ, દ્રિતીય, તૃતિય નંબરે આવેલા વિજેતાઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા. વિશેષ ફેથ ફાઉન્ડેશન વડોદરા ટીમ દ્વારા કોટપા – ૨૦૦૩ વિષે માહીતી આપવામાં આવી.