Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદના રામપુરા ગામે પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતી આઠ વર્ષીય બાળકીના માથા પર...

દાહોદના રામપુરા ગામે પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતી આઠ વર્ષીય બાળકીના માથા પર શાળાનો દરવાજાે પડતાં બાળકીનું મોત

દાહોદ તાલુકાના રામપુરા ગામે આવેલ એક પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતી આઠ વર્ષીય બાળકીના માથા પર શાળાનો દરવાજાે પડતાં ગંભીર ઈજાગ્રસ્ત બાળકીને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવતાં બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગની છવાઈ ગઈ હતી. આ મામલે તંત્ર દ્વારા શાળાના સંચાલકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે.

બે દિવસ પહેલા દાહોદ તાલુકાના રામપુરા ગામે આવેલ એક પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતી આઠ વર્ષીય બાળા ઉપર શાળાનો ખખડધજ દરવાજાે માથા પર પડતાં બાળકના માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. શાળા સંચાલકો અને પરિવારજનો દ્વારા તાત્કાલિક બાળકીને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ બાળાની તબીયત વધુ લથડતા તેણીને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે બે દિવસની સારવાર બાદ આજ રોજ બાળાનું અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે રામપુરા પંથકમાં પણ ચકચાર મચી જવા પામી હતી ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કડક પગલાં ભરતા આચાર્યને સસ્પેન્ડ કર્યા છે અને તેમને તપાસ શરૂ કરી જે દોશી હશે તેને સજા કરવાનું કહ્યું હતું. સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments