તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓલમ્પિક્સ 2022 ના ત્રીજા દિવસે 12 થી પણ વધારે ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું.
તા.26 ડિસેમ્બરના રોજ ઓલમ્પિક્સ 2022 ની ધમાકેદાર શરૂઆત તીર્થ ઈન્ટરનેશનલ સ્કૂલ લીમખેડા ખાતે થઈ ગઈ હતી, ત્યારે આજે ત્રીજા દિવસે અલગ અલગ કેટેગરીમાં 12 જેટલી રમતો રમાડવામાં આવી. જેમાં ખો-ખો, કબડ્ડી, ક્રિકેટ, ચેસ, કેરમ, રસ્સી ખેંચ, લાંબી કુદ, કોથળા દોડ, લીંબુ ચમચી, ગોળ ફેંક વગેરે રમાડવામાં આવી હતી. સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓનો શારીરિક, માનસિક તથા બાહ્ય વિકાસ થાય છે. તેનાથી સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના કેળવાય છે. એક સ્પર્ધાનો માહોલ જોવા મળે છે અને જીત માટેના પોતાના સંપૂર્ણ પ્રયત્નો ખેલાડી દ્વારા કરવામાં આવે છે. વધુમા ગાંધી હાઉસ તથા નહેરુ હાઉસની સારી હરીફાઈ જોવા મળી અને હાલ પોઈન્ટ્સ ટેબલમાં નહેરુ હોઉસ આગળ જોવા મળ્યા હતા.
તારીખ 26 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી આ ઓલમ્પિક્સ માં અલગ અલગ 26 ગેમ્સ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1200 થી પણ વધારે ખેલાડી ભાગ લેશે. વિજેતા હાઉસને મોટી ચંમચમતી ટ્રોફી તથા ઇનામ અને વ્યક્તિગત કેટેગરીમાં પણ ટ્રોફી અને ઇનામ આપવામાં આવશે. તથા દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પર્ફોર્મન્સ આપે તેવી શુભેચ્છાઓ શાળાના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યા.