Saturday, January 18, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ તાલુકાના લીમડી નગરની સ્કૂલના વિદ્યાર્થીઓની સ્કૂલ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં...

ઝાલોદ તાલુકાના લીમડી નગરની સ્કૂલના વિદ્યાર્થીઓની સ્કૂલ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી

લીમડી પોલીસ સ્ટેશનનાં P.S.I . મનોજ ડામોર દ્વારા બાળકોને ખૂબ સરળ ભાષામાં બાળકોને પોલિસ વિશે સમજણ આપી હતી.

ઝાલોદ તાલુકાનાં લીમડી નગરના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ દ્વારા લીમડી પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવામાં આવી હતી. જેથી બાળકોમાં પોલીસ તંત્ર કઈ રીતે, ક્યાં, કેવી રીતે સમાજ, નગર અને દેશમાં તેમનું કાર્ય કરે છે, તેમના શું કાર્ય હોય છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકોમાં પણ પોલીસ સ્ટેશનની મુલાકાતનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.લીમડીના બાળકોને પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. મનોજ ડામોર તેમજ પોલીસ તંત્રના અન્ય ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સમાજ અને દેશ માટે પોલીસના કામગીરી થી માહિતગાર કર્યા હતા. લીમડી પી.એસ.આઇ. મનોજ ડામોર દ્વારા બાળકોને પોલીસ વિશે સમજણ આપતા પોલીસને સદા મિત્ર માનવાની સૂચન બાળકોને આપ્યું હતું તેમજ કોઈ પણ જાતના ઝગડાઓથી દૂર રહી બાળકો જાતે ભણીને પોલીસ બને તેવી શુભકામનાઓ પણ બાળકોને આપી હતી.

પોલીસની કાર્ય પદ્ધતિની ખુબ સુંદર સમજ બાળકોને આપી બાળકોને માહિતગાર કર્યા હતા. બાળકો પણ પોલીસ સ્ટેશનની મુલાકાત દરમ્યાન ખુબ આનંદિત જોવા મળતા હતા. લીમડી ગામના ચાંદીબેન ભેરાજી શાહ મીડલ સ્કૂલના ૮ માં ભણતા વિદ્યાર્થીઓ તથા શ્રી બી.પી.અગ્રવાલ હાઇસ્કુલનાં ૯ મા ધોરણના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની કાર્યપદ્ધતિ અને કાયદાનુ માર્ગદર્શન આપવા માટે પોલીસ સ્ટેશનની મુલાકાત શિક્ષક પ્રફુલસિહ સોલંકી અને કામિનીબેન દ્વારા કરાવવામાં આવી હતી.

લીમડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. દ્વારા પોલીસ સ્ટેશનની કાર્યપદ્ધતિથી માહિતગાર કરી કાયદા અંગેની જાગૃતિ આવે તે માટેનું જરૂરી સૂચન આપવામાં આવ્યું હતું. બાળકોમાં પોલીસ પ્રત્યેની સામાન્ય છાપ ઊભી થાય અને વ્યવહાર દક્ષ અભિનવ અપનાવે તે માટે વિદ્યાર્થીઓને પોલીસ અધિકારી તેમજ શિક્ષકોએ સાથે રહીને વિદ્યાર્થીઓના મનમાંથી પોલીસ પ્રત્યે નો ભાવ જાગૃત કરવા ના પ્રયત્નો કર્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments