Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં સૃષ્ટિનાં સર્જન હાર ભગવાન વિશ્વકર્માની જયંતી નિમિત્તે શોભાયાત્રા...

દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં સૃષ્ટિનાં સર્જન હાર ભગવાન વિશ્વકર્માની જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકાળવામાં આવી

વિશ્વના પ્રથમ સ્થાપત્યકાર દેવતાઓના શિલ્પી અને સર્જનના દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી એટલે કે મહાસુદ તેરસે અવતાર ધારણ કર્યો હતો. ધર્મશાસ્ત્રના કથા અનુસાર દેવતાઓના તથા સમસ્ત માનવ જીવન સમુદાયના શિલ્પકાર તરીકે ભગવાન શ્રી વિશ્વકર્માનું નામ અગ્રણી છે.

હિન્દુ ધર્મમાં વિશ્વકર્મા ભગવાનનો નિર્માણ તેમજ સર્જનના દેવ તરીકે માનવામાં આવે છે. વિશ્વકર્મા ભગવાનને બ્રહ્માજીના ધર્મના સાતમા પુત્ર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આજે તા.૦૩/૦૨/૨૦૨૩ ને શુક્રવારના રોજ વિશ્વકર્મા જયંતી હોવાથી ફતેપુરા પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માજીની પ્રતિમાને બગીમાં મૂકીને ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.

શોભાયાત્રામાં પંચાલ સમાજના નાના બાળકો, વડીલો, વૃદ્ધો તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રાસ ગરબા સાથે ફતેપુરા નગરમાં શોભાયાત્રા નીકાળી હતી. શોભાયાત્રાનું સમાપન અંબાજી મંદિર ખાતે ભગવાન વિશ્વકર્માની આરતી ઉતારી તેમજ મહાપ્રસાદનું આયોજન કરીને કરવામાં આવ્યું હતું. સર્વે સમાજ દ્વારા મહાપ્રસાદ લઈ વિસર્જન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments