પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી વાહન ચોરીના ત્રણ અનડિટેક્ટ ગુન્હાઓ ડિટેક્ટ કરી અનડિટેક્ટ ગુન્હાઓના ભેદ ઉકેલી ત્રણ ફોર વ્હીલર કૃઝર ગાડીઓ સાથે મધ્યપ્રદેશ રાજ્યના કરચટ ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતી દાહોદ રૂલર પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
દાહોદ તાલુકાના રામપુરા ગામના હાઇવેથી માતવા ગામ તરફ જતાં માર્ગ પર જતા રોડ ઉપર દાહોદ રૂરલ પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન રૂરલ પોલીસના સ્ટાફએ હાઇવે તરફથી આવતી એક સિલવર કલરની ફોર વ્હીલ કૃઝર ગાડીને રોકી હતી અને ફોર વ્હીલર ગાડીના ચાલક પાસેથી ફોર વ્હીલર ગાડીના જરૂરી કાગળો માંગતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા ગુજકોપ એપ્લિકેશનની મદદથી ગાડીની હકીકત તપાસ કરતા આ ગાડી અન્ય કોઈ ઈસમની જણાઈ આવતા વધુ પૂછતાછ કરતા ગાડી ચોરીની હોવાનું કબૂલાત કરી હતી અને ચાલક સહિત ગાડીમાં બેઠેલ ત્રણ ઈસમોને રુરલ પોલીસ મથકે લાવી ઝીણવટ ભરી પૂછપરછ કરતા તેઓએ આં સિવાય બીજી અન્ય ગાડીઓ ચોરી હોવાની કબૂલાત કરી હતી અને ગરબાડાના જંગલમાં ગાડીઓને સંતાડી રાખી હોવાનું જણાવતા દાહોદ LCB ની ટિમને સાથે રાખી જંગલમાં સંતાડી રાખેલ ગાડીઓ દાહોદ રૂરલ પોલીસ મથકે લાવી ત્રણે ઈસમો વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.