Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં ખાતા ખોલવાનાં બહોળા પ્રચાર...

દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં ખાતા ખોલવાનાં બહોળા પ્રચાર માટે એક વિશાળ રેલીનું થયું આયોજન

  • અમૃતપેક્ષ પ્લસ (રાષ્ટ્રીય સ્તરની ફિલાટેલિક પ્રદર્શન) પ્રોગ્રામ હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજના (SSA) ખાતા ખોલવાનાં બહોળા પ્રચાર માટે દાહોદ ખાતે વિશાળ રેલી યોજાઈ
  • પોસ્ટ વિભાગના પંચમહાલ ડિવિઝને અત્યાર સુધીમાં ૨૦૧૨૯ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલીને દીકરીઓનું ભવિષ્ય કર્યું સુરક્ષિત

રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન – અમૃતપેક્ષ નવી દિલ્હી પ્રગતી મેદાન ખાતે તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન ઉજવવા જઈ રહ્યું છે. આ પ્રદર્શનની ભવ્ય સફળતાને ચિન્હરૂપ બનવવા પોસ્ટ વિભાગે અમૃતપેક્ષ – પ્લસના બેનર હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. જેની એક પ્રવુતિનાં ભાગરૂપે સમગ્ર ભારતમાં તા. 9 અને 10 ના રોજ પાત્રતા ધરાવતી દીકરીઓ માટે 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

આ અભિયાનને સફળ બનાવવા માટે અને જાહેર જનતામાં જાગૃતતા લાવવા તેમજ તેના બહોળા પ્રચાર માટે દાહોદ હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આશરે ૭૦ મહિલાઓએ ભાગ લીધો હતો. આ રેલી દાહોદ હેડ પોસ્ટ ઓફિસથી નીકળી નગરપાલિકા ચોક, દોલતગંજ બઝાર, રાજ ટાવર ચોક, શાંતિકુંજ સોસાયટી, ગોવિંદનગર ચોક, એસપી ઓફિસ, વિશ્રામગૃહ રોડ, સ્વામીવિવેકાનંદ ચોક થઇ પરત દાહોદ હેડ પોસ્ટ ઓફિસે આવી હતી.

આ રેલી “બેટી પઢાવો બેટી બચાવો” હેઠળ સુકન્યા સમૃદ્ધિ ખાતા દ્વારા દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવાનાં નારાથી ગુંજી ઉઠી હતી. આ રેલીનું વિશેષ મહત્વ નારી સશક્તિકરણ લાવવા માટેની એક પહેલ હતી.

આ અભિયાન દરમિયાન તા.૦૯-૦૨-૨૦૨૩ અને ૧૦-૦૨-૨૦૨૩ નાં રોજ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિશેષ કેમ્પ અને મેળાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાના તમામ વાલીઓને સુચના આપવામાં આવે છે કે આ યોજનાનાં લાભ થકી નાની બાળકીઓનું ભવિષ્ય સુરશિત કરવા માટેની અપીલ કરવામાં આવે છે.

પંચમહાલ ડિવિઝને તા.૦૧.૦૪.૨૦૨૨ થી અત્યાર સુધીમાં ૨૦૧૨૯ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલીને દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરેલ છે. પંચમહાલ ડીવીઝનના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસર એમ.એમ. શેખ એ આ માહિતી આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments