Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદ"સ્વસ્થ મન, સ્વસ્થ ઘર" ની દાહોદમાં અનોખી ઉજવણી : તમામ હેલ્થ એન્ડ...

“સ્વસ્થ મન, સ્વસ્થ ઘર” ની દાહોદમાં અનોખી ઉજવણી : તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સાયકલોથોન રેલી યોજાઈ

આવો પેંડલ મારીએ અને સ્વાસ્થ્યની સાયકલ ભગાવીએ

“સ્વસ્થ મન, સ્વસ્થ ઘર” ની દાહોદમાં અનોખી ઉજવણી : તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સાયકલોથોન રેલી યોજાઈ. સ્વસ્થ જીવનશૈલીથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે. જેનો ખુબ જ સરળ અને પર્યાવરણને પણ ઉપયોગી થઈ પડે એવો ઉપાય છે રોજિંદા કામકાજમાં સાયકાલ જેવા સાધનોનો ઉપયોગ કરવો.

રાજ્ય સરકાર લોકોને સ્વાસ્થ્ય જાળવવા માટે વિવિધ કાર્યક્રમો થકી અવેરનેસ લાવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે વ્યાપક જનજાગૃતિ આવે એ માટે સ્વસ્થ મન સ્વસ્થ ઘરની ઉજવણી આજે તા.૧૪/૦૨/૨૦૨૩ ને મંગળવારના રોજ કરવામાં આવી છે.

તદ્દનુસાર, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ”સ્વસ્થ મન, સ્વસ્થ ધર” ઉજવણીના ભાગરૂપે ૧૪ ફેબ્રુઆરીના રોજ સાયકલેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જીલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરીને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રુત કરાયા હતા.

સાયકલ ચલાવવા થી થતા ફાયદાઓ જેવા કે હ્રદયની બીમારી થી બચાવે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, વજન ઓછું કરવામાં મદદ રૂપ છે, તણાવ ઓછો કરે છે, સાંધાના દુખાવામાં રાહત રહે છે, ઊંઘ પણ સારી આવે છે.

આમ તેના પ્રચાર પ્રસાર અર્થે અને લોકોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલી સાયકલ રેલીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments