Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ નગર પાલિકા ચીફ ઓફિસરની સૂચનાથી અંદાજે ૨૨ જેટલી મિલકતોને સિલ મારવામાં...

દાહોદ નગર પાલિકા ચીફ ઓફિસરની સૂચનાથી અંદાજે ૨૨ જેટલી મિલકતોને સિલ મારવામાં આવ્યું

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગર પાલિકા દ્વારા નગરપાલિકા માલિકીની શોપિંગ સેન્ટર ભાડેથી ફાળવવામાં આવેલ. તે દુકાનદારોએ નગરપાલિકામાં ભાડું સમયસર જમા ન કરાવતા આજે તા.૧૪/૦૨/૨૦૨૩ ને મંગળવારના રોજ નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર ની સીધી સૂચનાથી નગરપાલિકાના મકાન ભાડા ક્લાર્ક તેમજ વસુલાત સ્ટાફ સાથે રહીને અંદાજે 22 જેટલી દુકાનોને સીલ મારવામાં આવેલ હતી. અને આ દુકાનો માટે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કોઈએ પણ દુકાનો પર મારેલ સીલ તોડવા નહીં તેવો નગરપાલિકાના આદેશ પત્ર તે દુકાનો પર ચોંટાડી દીધેલ છે.

આ અંદાજે ૨૨ જેટલી મિલકતો રેલ્વે સ્ટેશન રોડ, બસ સ્ટેશન રોડ, દર્પણ ટોકિઝ રોડ, વાલ્મિકી વાસ, જૂની કોર્ટ રોડ તથા પડાવ વિસ્તારમાં આવેલ છે. જે સદર મિલકતમાં જે ભાડુઆત છે તેઓએ તે મિલકતના ટેક્ષ અને ભાડું ન ચૂકવતાં તે મિલકતોને જ્યાં સુધી તે ન ચૂકવાતા ત્યાં સુધી સિલ મારી દેવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments