Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદની આર. એન્ડ.એલ. પંડ્યા હાઇસ્કૂલના ધો. ૯ અને ૧૧ નાં વિદ્યાર્થી -...

દાહોદની આર. એન્ડ.એલ. પંડ્યા હાઇસ્કૂલના ધો. ૯ અને ૧૧ નાં વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓએ અમદાવાદના સાયન્સ સિટીમાં ગુજરાત વિજ્ઞાન સંમેલન – 2023 અંતર્ગત સાયન્સ વર્કશોપમાં લીધો ભાગ

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર. એન્ડ એલ. પંડ્યા હાઇસ્કુલ અને શ્રીમતી એસ.એમ. કુંડાવાલા હાયર સેકન્ડરી સ્કુલ દ્વારા વિજ્ઞાન ભારતીની ગુજરાત પ્રાંતની સંસ્થા વિજ્ઞાન ગુર્જરી દ્વારા “ગુજરાત વિજ્ઞાન સંમેલન 2023” નું આયોજન સાયન્સ સીટી ખાતે કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત તા.૧૬/૦૨/૨૦૨૩ ને ગુરૂવારના રોજ સાયન્સ વર્કશોપ નું આયોજન સાયન્સ સીટી ઓડિટોરિયમ- 1 માં કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન ગુર્જરી દાહોદ જિલ્લા સંયોજક કમલેશ લીમ્બાચીયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 અને 11 ના 108 બાળકો અને ત્રણ શિક્ષક મિત્રોએ હેતલબેન કિશોરી, પ્રતીક્ષાબેન પંચાલ અને જતીનભાઈ પટેલ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સંમેલનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ કેળવાય તે માટેનો હતો. દાહોદ જિલ્લામાંથી વર્કશોપમાં ભાગ લેવા અમૂલ્ય તક પ્રાપ્ત થતા ઇવેન્ટ કોર્ડીનેટર જીગ્નેશ બોરીસાગર તેમજ પંકજભાઈ દરજીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વર્કશોપ બાદ બાળકો દ્વારા સાયન્સ સિટીમાં આવેલ એક્વાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, નેચરપાર્ક તેમજ હોલ ઓફ સાયન્સ ની મુલાકાત લેવામાં આવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્ય આર.એસ. પટેલ તેમજ નવજીવન વિદ્યા સંકુલના જોઇન્ટ ડાયરેક્ટર રાજભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને અને શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments