Friday, January 3, 2025
Google search engine
HomeDev Baria - દેવ.બારીયાદેવગઢ બારીયા તાલુકાના પ્રા. આ. કેન્દ્ર, કુવાબૈણા ખાતે ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત...

દેવગઢ બારીયા તાલુકાના પ્રા. આ. કેન્દ્ર, કુવાબૈણા ખાતે ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ગત રોજ દેવગઢ બારીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કુવાબૈણા ખાતે જીલ્લા રક્તપિત્ત અધિકારી જીલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી. પહાડીયાની હાજરીમાં ટી.બી. પોષણ સહાય કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ કરવામાં આવી હતી.

આ મીટીંગમાં ૨૮ ટી.બી.ના દર્દીઓ હાજર રહયા હતા તથા ૨૮ ડોટ્સ પ્રોવાઇડર હાજર રહયાં હતા. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડૉ રાહુલ રાઠવા, ડૉ નિધી, તાલુકા ટીબી સુપરવાઈઝર, આ. કેન્દ્રના સુપરવાઈઝર, આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો.

આ કાર્યક્રમમાં ડો.આર.ડી. પહાડીયા તથા ડો. રાહુલ દ્વારા દર્દીઓને દવા નિયમિત લેવાની, સમયસર ગળફાની તપાસ કરાવવી, દવાની આડઅસર વિષે સમજાવવામાં આવ્યું હતું. સારવાર દરમ્યાન શું શું ખોરાક લેવો તેનાં વિશે માહીતિ આપવામાં આવી હતી, ગુજરાત સરકારની વૈદકીય સહાય યોજના વિશે માહીતિ આપવામાં આવી હતી. દર્દીના ઘરના અન્ય સભ્યોને એક દિવસની પણ ખાસી આવતી હોય તો તાત્કાલિક તપાસ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

દર્દીના ઘરમાં ૦-૬ વર્ષનું બાળક સાથે રહેતું હોય તો તેને પણ આઇ.એન.એચ. નામની દવા બાળકના વજન પ્રમાણે કુલ ૬ મહીના સુધી બાળકને આપવાની થાય છે. જેથી કરીને બાળક ને ટીબી રોગનો ચેપ ન લાગે, દર્દીએ ખાસી ખાતી વખતે મોં ઉપર રૂમાલ અવશ્ય રાખવો. ડોટ્સ પ્રોવાઈડર ને કોઈ તકલીફ હોય તો તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું.

જો ટીબીનો દર્દી ગળફામાં ટીબીના જંતુ ધરાવતો ટીબી સાથે સારવાર લેતો હોય તો તેના ઘર ના અન્ય સભ્યો ને ૩ આર એચ નામની ટેબલેટ ૩ મહીના સુધી લેવા માટે સમજાવવામાં આવ્યુ. જેથી કરીને ઘરના અન્ય સભ્યોને પણ ટીબી નો ચેપ ન લાગે.

આ કાર્યક્રમમા ધાર્મિક ધર્મ ગુરૂ પણ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા પણ ટીબી દર્દીઓને જેમ નિયમીત પૂજા પાઠ કરીએ છીએ તેમ સારવાર પણ નિયમિત લેવા જણાવ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments