Friday, November 22, 2024
Google search engine
HomeSingvadદાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખે પ્રસરાવી માનવતાની મહેક

દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખે પ્રસરાવી માનવતાની મહેક

દાહોદ જિલ્લામાં આવેલ જી.એલ. શેઠ હાઈસ્કૂલ સિંગવડના વિદ્યાર્થી ભુરીયા શિવરાજભાઈ કાલીદાસ નુતન હાઇસ્કુલ, લીમખેડા ખાતે ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી રહ્યા હતા. જેઓને તા.૨૨/૦૩/૨૦૨૩ ને બુધવારના રોજ ટ્યુશન થી ઘરે જતા અકસ્માત થયો હતો અને બંને હાથ તથા ખભાના ભાગે ઇજાઓ થઈ હતી અને તેઓને આજે તા.૨૩/૦૩/૨૦૨૩ ને ગુરુવારના રોજ ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી વિષયની પરીક્ષા આપવાની હતી અને આ વિદ્યાર્થીની અકસ્માતની પરિસ્થિતિની જાણ ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયાએ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખને ૧૧:૩૦ કલાકે કરતા તેઓએ તાત્કાલિક આ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે અને તેનું વર્ષ ન બગડે તે માટે માનવતાના ધોરણે ધોરણ – 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થિની રાઈટર તરીકેની મંજૂરી આપી વ્યવસ્થા કરી આપી હતી અને આમ ભુરીયા શિવરાજે આજ રોજ પોતાની પરીક્ષા આપી હતી. આ તબક્કે વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ તથા સ્થળ સંચાલક એસ.પી. પરમાર નો આભાર વ્યક્ત કરી આંનદ  વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments