Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદની ઝાયડસ હોસ્પિટલની વધુ એક સિદ્ધી : જીલ્લામાં પ્રથમ કાર્ડિયાક M.R.I. ની...

દાહોદની ઝાયડસ હોસ્પિટલની વધુ એક સિદ્ધી : જીલ્લામાં પ્રથમ કાર્ડિયાક M.R.I. ની મદદથી ગર્ભવતી મહિલાને ચોક્કસ નિદાન અને સફળ સારવાર કરી

દાહોદમાં કાર્યરત મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ઉત્તમ તબીબી સેવાઓ તેમજ ઉત્કૃષ્ટ સારવાર થકી મધ્ય ગુજરાતના આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લા તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશના સરહદી જિલ્લામાં વસવાટ કરતા  લોકો માટે આશીર્વાદરૂપ તેમજ સંકટમોચનની ભૂમિકા અદા કરી રહ્યું છે. તાજેતરમાં એક કિસ્સો  પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત રાજ્યના દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના રહેવાસી ૨૧ વર્ષની મહિલા ને નવ (૯) મહિનાના ગર્ભ સાથે તા.૩૦/૦૩/૨૦૨૩ ના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યાના સુમારે અત્યંત ગંભીર હાલતમાં (શ્વાસ ચઢવો, ગળફામાં લોહી આવવું?, પગમાં સોજા) લાવેલ. દર્દીને ઝાયડસ હોસ્પિટલની તાત્કાલિક સારવાર વિભાગમાં (મેડીસીન) માં દાખલ કરી અને ઘનિષ્ઠ સારવાર ચાલુ કરવામાં આવી. દર્દીનું નિદાન ઝાયડસ હોસ્પિટલના અનુભવી અને જાણીતા ડો.મોહિત દેસાઈ (એમ.ડી.મેડીસીન) દ્વારા કરવા આવેલ અને એમને હૃદયની તકલીફ જણાતા પરસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઇ ઇકો – કાર્ડિયોગ્રાફી કરેલ અને આગળના સચોટ નિદાન કરાવવા માટે કાર્ડિયાક M.R.I. ઝાયડસ હોસ્પિટલ ખાતે કરાવેલ. જેમાં હૃદયની ગંભીર તકલીફ જણાતા દર્દીને ICU માં શિફ્ટ કરી ત્યાં ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી. સી.ઈ.ઓ. પ્રો (ડો.) સંજય કુમાર ના માર્ગદર્શન હેઠળ મેડીસીન વિભાગના ડો.મોહિત દેસાઈ અને ટીમ ઈમરજન્સી મેડીસીનના ડો.જ્હાનવી ગોહિલ અને ટીમ ગાયનેકોલોજિસ્ટ ડો.રૂચી શાહ અને ટીમ અને એનેસ્થેટિક ડો.આનંદ દરજી અને એમની ટીમના અમુલ્ય સહયોગથી સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી. ઝાયડસ હોસ્પિટલ ખાતે ગર્ભવતી અવસ્થામાં હૃદય ની તકલીફ હોવા છતા હાઈ રિસ્ક ઓપરેશન (સીજેરિયન સેક્શન) સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. હાલમાં દર્દી અને બાળક બંને તંદુરસ્ત અવસ્થામાં છે. દર્દીના સગા સંબંધી એ ઝાયડસ હોસ્પિટલનો દિલથી આભાર વ્યક્ત કરેલ છે. ગર્ભવતી મહિલાઓ માટે સાદા એક્ષ-રે પણ હાનિકારક છે, તેનાથી રેડીએશનનું જોખમ રહે છે. આવી પરિસ્થિતિમાં જરુર પડે ત્યારે M.R.I.થી સચોટ નિદાન સુધી પહોચી શકાય છે. જે સુવિધા અત્રેની ઝાયડસ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments