Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદબાવકાની અસ્થિર મગજની સંગીતાને સામાજિક કાર્યકર્તાએ કરાવી ૫ વર્ષથી પહેરેલી બેડીઓમાંથી મુક્ત

બાવકાની અસ્થિર મગજની સંગીતાને સામાજિક કાર્યકર્તાએ કરાવી ૫ વર્ષથી પહેરેલી બેડીઓમાંથી મુક્ત

દાહોદના બાવકા ખાતે 15 વર્ષથી માનસિક સંતુલન ગુમાવી બેઠેલી મહિલાને છેલ્લા પાંચ વર્ષથી સાંકળ વડે બાંધી રાખેલ હોવાની જાણ સામાજિક કાર્યકરને થતા આજે બંધનમાથી મુક્ત કરાવી

દાહોદના બાવકા ખાતે રહેતા ભાવસીંગભાઈની પુત્રી સાયન્સના અભ્યાસ બાદ નર્સિંગનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો અને સરકારી નોકરીનો ઓર્ડર પણ મળી ગયો, ત્યારબાદ યુવતી ફરજ ઉપર હાજર થાય તેના આગલા જ દિવસે માનસિક સ્થિતિ બગડી જતા નોકરી પર હાજર ન થઈ શકી અને પરિવારજનોએ સારવાર કરાવ્યા બાદ પણ સુધારો ન હોતો આવ્યો. થોડો થોડો સુધારો આવ્યા બાદ ફરીથી સંતુલન જતું રહેતું હતું અને આવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી યુવતીની માતા પણ બીમારીના કારણે પથારીવશ થઈ ગયા હતા અને યુવતીનું તોફાન વધતા પિતાને એકલા હાથે પત્ની અને પુત્રીની જાળવણીની જવાબદારી માથે આવી હતી, પરંતુ બંનેને સાચવી શકવાનુ અશક્ય બનતા ઘરની બાજુમાં જ એક ઝૂપડામા યુવતીને થાંભલા સાથે સાંકળ થી બાંધી દેવામા આવી ત્યાં જ જમવાનું અને બધી ક્રિયા થતી હતી.

તે યુવતીના પિતા જોડે વાત કરતા તેઓએ કહ્યું કે સરકારી નોકરીના ઓર્ડરનું ફોર્મ જમા કરાવવા જવાનું હતુ તેની આગલી સાંજે ખેતરેથી આવ્યા બાદ સંગીનું વર્તન બદલાઇ ગયુ હતું. તે ગાંડી થઇ ગઇ હતી. દવાખાને બતાવી, ભૂવા-બડવા પાસે લઇ જવાઇ. આ વર્ષો દરમિયાન તે બે વખત સાજી થઇ હતી. એક વખત ફેર પડતાં તે એક વર્ષ સાજી રહી હતી. ત્યારે અમે તેના લગ્નનું પણ વિચાર્યુ હતુ પણ પાછી એવી જ થઇ ગઇ હતી. બીજી વખત તે ચાર મહિના સાજી રહી હતી. પાંચ વર્ષ પહેલાં તેની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. તે લોકોને પથ્થર મારતી હતી, કપડા કાઢીને ગામમાં નીકળી જતી હતી. લોકોના ઠપકા આપતા હતા. જેથી મેં તેને ઢાળિયામાં સાંકળ સાથે બાંધી દીધી હતી.

વધુમાં આવી નર્કાગાર પરિસ્થિતિમા જીવતી મહિલા વિશે પાડોશીઓએ દાહોદની એક વ્યવસાયે શિક્ષિકા અને સમાજસેવાનું કાર્ય કરતી સંધ્યાબેન ભુરીયાનો સંપર્ક કરતા સામાજિક કાર્યકરે ઘરની મુલાકાત લીધી હતી અને તેઓ આ યુવતીને નગ્ન અવસ્થામાં સાંકળ સાથે બાંધેલી જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું અને તેઓએ તેના પિતા ભાવસિંહભાઈ સાથે વાત કરતા તેઓએ સંધ્યાબેનને જણાવ્યું હતુ કે પત્ની બીમાર છે અને દીકરી આવી પરિસ્થિતિમાં છે જેથી સંધ્યાબેન એ તેની સારવાર અને જાળવણી માટે આશ્રમમા લઇ જવા માટે સંમત કરી અરવલ્લી જિલ્લામા બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના સંચાલકો સાથે સંકલન કર્યું હતું અને આશ્રમની ટીમ સાથે મળી આજે યુવતીને બંધન મુક્ત કરી આશ્રમ ખાતે લઇ જવામાં આવી છે જ્યાં આ મહિલાની સારવાર અને જાળવણી હવે આશ્રમ ખાતે થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments