દાહોદ શહેરમાં દાહોદ નગર પાલિકા દ્વારા આશરે 5 કરોડના ખર્ચે હેમંત ઉત્સવ બજાર તૈયાર કરવામાં આવશે. જેનું ખાતમુહુર્ત દાહોદના લોકપ્રિય સાંસદ જસવતસિંહ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલિયાર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહામંત્રી નરેન્દ્ર સોની,સ્નેહલભાઈ ધરીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ વગેરે મહાનુભાવોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.
નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલના જણાવ્યા મુજબ આ હેમંત ઉત્સવ બજાર માં બેઝમેન્ટ પાર્કિંગ, G + 2 નું બાંધકામ થશે. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર સ્ટોલ, લિફ્ટ, પાણીની પરબ, up down સીડી, મહિલા પુરુષ માટે અલગ શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. જ્યારે સેકન્ડ ફ્લોર પર MultiPurpose હોલ, ઓપન ટેરેસ ગાર્ડન વિથ રેસ્ટોરન્ટની પણ સુવિધા હશે, સાથે સાથે Fire Safety ની તમામ સુવિધા થી સજ્જ આ હેમંત ઉત્સવ બઝાર બનાવવામાં આવશે.